: ૩૨ : : માગશર : ૨૪૯૬
પ્રશ્ન:– વિદેહક્ષેત્રમાં મનુષ્યનું કેટલું આયુષ્ય હોય?
ઉત્તર:– ઉત્કૃષ્ટ આયુ કરોડ પૂર્વ હોય છે.
પ્રશ્ન:– ત્યાં એથી ઓછું આયુષ્ય હોઈ શકે?
ઉત્તર:– જી હા, ઘણા જીવોને એથી ઓછું આયુષ્ય પણ હોઈ છે. ત્યાંના જે
સીમંધરાદિ વીસ તીર્થંકરો છે તેમને તો કરોડ પૂર્વનું ઉત્કૃષ્ટ આયુષ્ય જ હોય છે; બીજા
સામાન્ય જીવોમાં ઓછું આયુષ્ય પણ હોય છે. (જે જુગલિયા–મનુષ્યો છે, તેમનું
આયુષ્ય અસંખ્યાત વર્ષોનું હોય છે.)
પ્રશ્ન:– વિદેહ ક્ષેત્રના જીવો મરીને સ્વર્ગમાં જ જાય–એ ખરૂં?
ઉત્તર:– ના; તે સંસારની ચારગતિ ને પંચમ મોક્ષગતિ, તેમાંથી કોઈ પણ ગતિમાં
જાય. ભોગભૂમિના જીવોને માટે એ નિયમ છે કે તે મરીને સ્વર્ગમાં જ થાય. બીજી કોઈ
ગતિમાં ન જાય.
પ્રશ્ન:– ભરતક્ષેત્રનો સમ્યગ્દ્રષ્ટિ જીવ મરીને વિદેહમાં ઉપજી શકે?
ઉત્તર:– ના; સીધો ત્યાં ન ઊપજે; વચ્ચે સ્વર્ગનો ભવ કરીને પછી ઉપજી શકે.
કોઈ ક્ષાયિક સમ્યગ્દ્રષ્ટિ જીવે સમ્યક્ત્વ પામ્યા પહેલાં મનુષ્ય આયુ બાંધી લીધું હોય તો
તે ભોગભૂમિનો જ મનુષ્ય થાય.
* કહો, માતા! એ કોણ છે? :– ત્રિશલા માતાજીની સેવામાં રહેલી દિગ્કુમારી
દેવીઓ માતાજી સાથે આનંદકારી ચર્ચા કરતાં કરતાં પૂછે છે કે–હે માતા! જગતમાં સૌથી
ઉત્તમ,–ચાર અક્ષરની એક એવી વસ્તુ બતાવો કે જે તમારી પાસે હોય!
ચાર અક્ષરની ચીજ છે. જગતમાં તે શ્રેષ્ઠ છે...
તુમ અંતર બીરાજે છે, કહો, માતા! એ કોણ છે?
* આનંદનું ધામ :– શરીર તો છે રોગનું ધામ. આતમરામ આનંદનું ધામ.
અજ્ઞાન છે દુખનું ધામ. સમકિત છે સુખનું ધામ.
*આત્માનું જીવન :– આત્મા જ્ઞાનઆનંદના જીવનથી જીવનારો છે. રાગથી કે
જડ શરીરથી આત્મા જીવનારો નથી.
ચૈતન્ય રંગથી રંગાયેલો આત્મા રાગથી રંગાતો નથી.
રાગના રંગથી રંગાયેલો જીવ આત્માને દેખતો નથી.
*એક હતો રાજા :– તે અયોધ્યામાં રાજ કરે; પછી દીક્ષા લઈને મુનિ થયા. બે
હાથના આંગળા ભેગા કરો તો તે રાજાના પહેલા બે અક્ષર થાય. છેલ્લા બે અક્ષરમાં
બેસવાની તમને મજા આવે.