Atmadharma magazine - Ank 314
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page  


PDF/HTML Page 41 of 41

background image
ફોન નં: ૩૪ “આત્મધર્મ” Regd. No. G. 182
_________________________________________________________________
સંસાર દશામાં–
સંસાર દશામાં અજ્ઞાની જીવ
પોતે એકલો જ દુઃખી છે; કોઈ બીજો
તેનું દુઃખ મટાડી શકતો નથી. પોતાના
ભાવથી જ પોતે દુઃખી છે, કોઈ બીજાને
કારણે નહીં.
મોક્ષમાં પણ એકલો
હે મુમુક્ષુ! તારે મોક્ષ સાધવો છે;
મોક્ષ એકલા સધાય છે, કોઈને સાથે
રાખીને નહીં. એકત્વસ્વરૂપ આત્માને
અનુભવતાં મોક્ષ સધાય છે. માટે એવા
અનુભવ વડે મોક્ષમાં એકલો જા.
પરમ સુખનું ધામ...જ્યાં જરાપણ દુઃખ
નથી, જ્યાં સુખને માટે ખોરાકની કે
પાણીની, હવાની કે દવાની કદી જરૂર
પડતી નથી, જ્યાં કાળનો કોઈ
પ્રતિબંધ નથી, કે મૃત્યુનો પણ જ્યાં
પ્રવેશ નથી, આત્મા એકલો એકલો
સ્વાધીન સુખને સદાય જ્યાં ભોગવ્યા
કરે છે–એવા સિદ્ધપદને સાધવા હે
જીવ! તું તત્પર થા.
સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી,
આરાધ! આરાધ! પ્રભાવ આણી;
અનાથ એકાંત સનાથ થાશે,
એના વિના કોઈ ન બાંહ્ય સ્હાશે.
જ્યાં દુઃખ કદી ન પ્રવેશી શકતું
ત્યાં નિવાસ જ રાખીએ.
સુખસ્વરૂપ નિજ આત્મને બસ,
જ્ઞાતા થઈને ઝાંખીએ.
_________________________________________________________________
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી પ્રકાશક અને
મુદ્રક : મગનલાલ જૈન અજિત મુદ્રણાલય : સોનગઢ (સૌરાષ્ટ્ર) પ્રત : ૨૭૦૦