: ૧૪ : : મહા : ૨૪૯૬
–જ્ઞાન–ચારિત્ર તે કાંઈ મોક્ષનું કારણ નથી. વ્યવહારનો આશ્રય તો બંધનું કારણ છે.
નિશ્ચય સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર કે જે મોક્ષનું કારણ છે તેનો આશ્રય શુદ્ધ આત્મા
છે. નિશ્ચયનયથી આત્માનું શુદ્ધસ્વરૂપ જાણીને તેના આશ્રયે શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર
કરવા તે નિયમથી મોક્ષનું કારણ છે. એમ કરવાથી મોક્ષ થાય છે, ને એના વગર
મોક્ષ થતો નથી.
સ્વદ્રવ્યના આશ્રયે મોક્ષ થાય છે ને પરદ્રવ્યના આશ્રયે સંસાર થાય છે,–એ
સિદ્ધાંત છે. શુદ્ધઆત્માનો અનુભવ જેઓ કરતા નથી, શુદ્ધઆત્માના અનુભવથી થતું જે
નિર્વિકલ્પ સુખ તેની જેને ખબર નથી, જેઓ પરદ્રવ્યના આશ્રયે એકલા શુભાશુભ
વિકલ્પોને જ અનુભવે છે, અને એવા પરાશ્રિત વ્યવહારને મોક્ષનું સાધન માને છે,
તેઓ મિથ્યાત્વને સેવે છે. ભાઈ, પરાશ્રયમાં તો દુઃખ છે, આકુળતા છે, કષાય છે.
ચૈતન્યસ્વરૂપ આત્મા કષાય વગરનો છે, તેને કષાયભાવથી લાભ મનાવે છે તેઓ
વીતરાગભાવને પોષનારા નથી પણ કષાયને પોષનારા છે, એટલે વીતરાગશાસનના તે
વેરી છે. પરથી ભિન્ન શુદ્ધ જ્ઞાનમય આત્માને જેઓ અનુભવે છે તેઓ જ વીતરાગ
શાસનને સમજીને મોક્ષને સાધે છે.
* નિશ્ચયનય કેવો છે?–કે આત્માના શુદ્ધસ્વભાવના આશ્રયરૂપ છે, અને મોક્ષનું
કારણ છે.
* વ્યવહારનય કેવો છે? પરના આશ્રયરૂપ છે અને બંધનું કારણ છે.
–માટે મુમુક્ષુ જીવે પરદ્રવ્યો ને પરભાવોથી ભિન્ન એવા પોતાના એક જ્ઞાનભાવને
જાણીને તેનો આશ્રય કરવો; અને પરાશ્રયે થતા સમસ્ત પરભાવોને પોતાથી ભિન્ન
જાણવા. આ રીતે નિશ્ચયનો આશ્રય કરવો ને વ્યવહારનો આશ્રય છોડવો તે મોક્ષનું
કારણ છે.
શુદ્ધાત્માના શ્રદ્ધા–જ્ઞાન વગર સમ્યક્ચારિત્ર હોતું નથી
નિશ્ચય ચારિત્ર વીતરાગભાવરૂપ છે; તે મોક્ષનું કારણ છે.
શુદ્ધાત્માના આશ્રયે એકાગ્રતા તે નિશ્ચય ચારિત્ર છે. અને આવા નિશ્ચયચારિત્રનું
કારણ સમ્યગ્દર્શન–જ્ઞાન છે.
તે સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન પણ શુદ્ધાત્માના જ શ્રદ્ધા–જ્ઞાનરૂપ છે.
શુદ્ધઆત્માના શ્રદ્ધા–જ્ઞાન વગર કદી નિશ્ચય ચારિત્ર હોતું નથી. પંચમહાવ્રત–તપ વગેરેનો