: મહા : ૨૪૯૬ : ૧૭ :
આત્મા તેના જ આશ્રયે જ્ઞાનચેતના ઊઘડે છે. માટે મોક્ષાર્થીએ જ્ઞાનસ્વરૂપ આત્માને
જાણીને તેનો જ આશ્રય કરવો, ને પરના આશ્રયની બુદ્ધિ છોડવી. શાસ્ત્રો પણ એમ
જ ફરમાવે છે કે અંર્તમુખ થઈને તું તારા જ્ઞાનસ્વરૂપનો આશ્રય કર. એવો આશ્રય
જે કરે તેનું જ શાસ્ત્રભણતર સાચું કહેવાય, ‘શાસ્ત્ર ભણવાનો ગુણ’ તેને થયો
કહેવાય.
શાસ્ત્ર ભણી ભણીને શું કરવું?–
કે પરભાવોથી ભિન્ન શુદ્ધ જ્ઞાનમય આત્મવસ્તુ છે,–તેને જાણીને તેનો અનુભવ
કરવો. શ્રીમદ્ રાજચંદ્રજી પણ કહે છે કે–
જિનપદ નિજપદ એકતા, ભેદભાવ નહીં કાંઈ;
લક્ષ થવાને તેહનો કહ્યાં શાસ્ત્ર સુખદાઈ.
જિનપદ કહો કે આત્માનું નિજપદ કહો, તેમાં પરમાર્થે કાંઈ જ ફેર નથી; આવા
શુદ્ધ નિજપદનું લક્ષ કરાવવા માટે જ શાસ્ત્રો કહ્યાં છે ને તે જ સુખદાતાર છે. ભલે ઝાઝા
શાસ્ત્રો ન પઢ્યો હોય. લખતાં–વાંચતા ભલે ન આવડતું હોય, છતાં દેડકું ને સિંહ
વગેરેના જીવો પણ અંતરના વેદનમાં જ્ઞાન અને રાગને જુદા પાડીને, પોતાને
શુદ્ધજ્ઞાનમય અનુભવે છે, તો તે જીવોએ બધા શાસ્ત્રનું ફળ મેળવી લીધું છે,
શાસ્ત્રભણતરનો ગુણ તેમને પ્રગટ્યો છે. કેમકે જ્ઞાન તો શુદ્ધઆત્માના આશ્રયે તન્મય
છે, તે કાંઈ શાસ્ત્રભણતરના વિકલ્પના આશ્રયે નથી. અહો, નિરાલંબી જ્ઞાનમાર્ગ! તેમાં
પરનો આશ્રય કેવો?
નિત્ય જ્ઞાનચેતનામાત્ર આત્મવસ્તુ, તેને અનુભવે તે જ્ઞાની
આત્માની જ્ઞાનચેતના અંદરમાં સમાય છે, એનું કાર્ય બહારમાં નથી આવતું.
આનંદમય આત્માનો સ્વાનુભવ તે જ્ઞાનચેતનાનું ફળ છે. પણ જ્ઞાનચેતના ઊઘડે એટલે
બહારનું જાણપણું કે શાસ્ત્રનું ભણતર પણ ઊઘડી જાય–એવું કાંઈ તેનું માપ નથી;
બહારના જાણપણા ઉપરથી જ્ઞાનચેતનાનું માપ થતું નથી.
જ્ઞાનચેતનાના ગંભીર મહિમાપૂર્વક ગુરુદેવ કહે છે કે જ્ઞાનચેતના તો અંતરમાં
પોતાના આત્માને ચેતનારી છે. જ્ઞાનચેતનાના ફળમાં શાસ્ત્રના શબ્દોના અર્થ ઊકેલતા
આવડે એવું કાંઈ જ્ઞાનચેતનાનું ફળ નથી, પણ આત્માના અનુભવનો ઉકેલ પામી જાય–
એવી જ્ઞાનચેતના છે. અજ્ઞાની રાગના અનુભવથી ૧૧ અંગ ૯ પૂર્વ જેટલું શાસ્ત્રભણતર
ભણવા છતાં જ્ઞાનના અનુભવરૂપ જ્ઞાનચેતના