જ્ઞાનચેતના તો અંતરમાં આત્માને ચેતે છે, જ્ઞાનસ્વરૂપ આત્માને જે ચેતે–અનુભવે તે
જ્ઞાનચેતના છે. જ્ઞાનચેતનાનું કાર્ય અંતરમાં આવે છે, બહારમાં નહીં.
કદાચ બહારનો વિશેષ ઉઘાડ પણ ન હોય. અને કોઈને જ્ઞાનચેતના સાથે તેવો વિશેષ
ઉઘાડ હોય તોપણ કાંઈ જ્ઞાનચેતનાની નિશાની તે નથી. જ્ઞાનચેતનાનું કાર્ય તો વિકલ્પ
અને પરાશ્રયથી પાર એવી અંતરની અનુભૂતિમાં છે. જ્ઞાનને અંતરમાં વાળીને જેણે
રાગથી ભિન્ન સ્વરૂપને અનુભવમાં લઈ લીધું છે તે જીવને અપૂર્વ આનંદમય જ્ઞાનચેતના
અંતરમાં પ્રગટી છે. એની ઓળખાણ અપૂર્વ છે, સાધારણ જીવોને તેની ઓળખાણ થવી
કઠણ છે.
અનુભવતો નથી ને રાગના ફળરૂપી કર્મફળચેતનાને જ અનુભવે છે; જ્ઞાનચેતનાનો
અનુભવ તે ભૂતાર્થ ધર્મ છે એટલે કે તે જ સાચો ધર્મ છે ને તે જ મોક્ષનું કારણ છે. પણ
એવા ભૂતાર્થ ધર્મને તો અજ્ઞાની જીવો શ્રદ્ધતા નથી, ને રાગમય શુભકર્મરૂપ અભૂતાર્થ
ધર્મને જ શ્રદ્ધે છે, તેને જ મોક્ષનું સાધન માને છે; પણ તે શુભકર્મ તો ભોગનો હેતુ છે,
સંસારનો હેતુ છે, તેના ફળમાં કાંઈ આત્માનો અનુભવ નથી થતો. આ રીતે નિશ્ચય
ધર્મની શ્રદ્ધા વગરનો તે જીવ, વ્યવહારધર્મની શ્રદ્ધા કરવા છતાં મોક્ષને પામતો નથી.
માટે, આચાર્યદેવ કહે છે કે ભૂતાર્થ સ્વભાવનો આશ્રય કરવા જેવો છે ને વ્યવહારનો
આશ્રય છોડવા જેવો છે–એ રીતે જ મોક્ષ સધાય છે.
ઉ.:–‘જ્ઞાનચેતનામાત્ર’ કહેતાં રાગાદિ વિરુદ્ધ ભાવોને અભાવ કહ્યો છે, પણ
જ્ઞાનચેતનારૂપ આત્મવસ્તુની જેને શ્રદ્ધા નથી તે જીવ રાગના અનુભવમાં અટકેલો છે,
એટલે