: મહા : ૨૪૯૬ : ૧૯ :
ભોગના કારણરૂપ શુભ કર્મોની શ્રદ્ધા કરે છે, તે વ્યવહારધર્મના સેવન વડે સંસારમાં
નવમી ગ્રૈવેયક સુધીના ભોગમાત્રને ભલે પામે પણ આત્માના સાચા સુખને તે પામતો
નથી, કર્મબંધનથી રહિત એવા મોક્ષને તે કદી પામતો નથી; આ રીતે વ્યવહારના
આશ્રયે મુક્તિ થતી ન હોવાથી તેનો નિષેધ છે; શુદ્ધઆત્માના આશ્રયે જ મુક્તિ થાય છે
માટે નિશ્ચયનો આશ્રય કરવા જેવો છે.
ભાઈ! રાગના અનુભવથી ચાર ગતિનાં દુઃખ મળશે; મોક્ષસુખ તો રાગ વગરની
જ્ઞાનચેતનાના અનુભવથી જ થશે. અજ્ઞાની કહે છે કે પુણ્ય તે મોક્ષનું કારણ થશે! જ્ઞાની
કહે છે કે પુણ્ય તો સંસારના ભોગનું કારણ છે, તેના ફળમાં ભોગની સામગ્રીનો સંયોગ
મળશે, પણ તેના ફળમાં ચૈતન્યના આનંદનો અનુભવ નહીં મળે. માટે હે ભાઈ! સમસ્ત
રાગના આશ્રયની બુદ્ધિ છોડીને જ્ઞાનમાત્ર આત્મવસ્તુને અનુભવમાં લે.
ચારગતિના દુઃખથી ડરે તો તજ સૌ પરભાવ;
શુદ્ધાતમ ચિંતન કરી શિવસુખનો લે લ્હાવ.
સુખ માટે શરણ
અહો, અનાદિથી જેનું શરણ લીધા વગર જીવ સંસારમાં
દુઃખી થઈ રહ્યો છે એવો શરણભૂત જ્ઞાનાનંદમય આત્મા તેનું
જેણે શરણ લીધું તે જીવ સ્વયમેવ સુખી છે, સુખ માટે જગતના
કોઈ પદાર્થની વાંછા તેને નથી. સુખથી ભરેલો પોતાનો આત્મા
તેના અનુભવથી જ જીવ સુખી છે. એ સુખનો ભંડાર જીવ પોતે
જ છે; એવા નિજનિધાનને હે જીવો! તમે ઓળખો.
ભગવાનનો વારસો
ભગવાન કહે છે કે હે જીવ! આનંદનો ખજાનો અમે
ખોલ્યો છે; અમારા આ આનંદના ખજાનાનો વારસો અમે તને
આપીએ છીએ. તારે આ આનંદનો વારસો લેવો હોય તો તું
અંતરમાં ચિદાનંદસ્વભાવની સન્મુખ થા; દેહથી ને રાગથી
ભિન્નતા જાણીને જ્ઞાનમય આત્માને અનુભવમાં લે; એટલે તને
પણ અમારા જેવો જ આનંદનો ખજાનો મળશે.–આ છે
ભગવાનનો વારસો.