ભગવાન ઋષભદેવ પહેલા તીર્થંકર થયા, ભરતજી પહેલા ચક્રવર્તી થયા;
સગર ચક્રવર્તીની આ વાત છે.
શોકથી મુર્છિત થઈ ગયા; ને પછી શરીરને દુઃખનું જ ઘર સમજીને જન્મ–મરણથી છૂટવા
માટે દીક્ષા લઈને મુનિ થયા; તેમના સાળા મહારૂતે પણ તેમની સાથે દીક્ષા લીધી; બીજા
હજારો રાજા દીક્ષા લઈને મુનિ થયા. અને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ શુદ્ધ મોક્ષમાર્ગને
સાધવા લાગ્યા.
એકબીજા સાથે એવી પ્રતિજ્ઞા કરી કે–આપણા બેમાંથી જે પહેલા પૃથ્વી પર અવતરીને
મનુષ્ય થાય, તેને બીજો દેવ પ્રતિબોધ પમાડે, એટલે કે તેને સંસારનું સ્વરૂપ સમજાવીને
દીક્ષા લેવાની પ્રેરણા કરે. આ રીતે ધર્મમાં મદદ કરવા માટે બંને મિત્રોએ એકબીજા સાથે
પ્રતિજ્ઞા કરી. ખરૂં જ છે–જીવને સંસારમાં સાચો મિત્ર તે જ છે કે ધર્મમાં જે મદદ કરે.
અગાઉના બે તીર્થંકરો તેમજ પ્રથમ ચક્રવર્તી અવતરી ચુક્યા હતા, તે નગરીમાં
ઈક્ષ્વાકુવંશી રાજા સમુદ્રવિજયના પુત્ર તરીકે તે અવતર્યો; તેનું નામ સગરકુમાર. તે
સગરકુમાર બીજા ચક્રવર્તી થયા, અને છ ખંડ ઉપર રાજ કરવા લાગ્યા, અત્યંત
પુણ્યવાન સાઈઠ હજાર પુત્રોથી તે શોભતા હતા; તે પુત્રો ઉપર તેને ઘણો સ્નેહ હતો.
તેનો મિત્ર મણિકેતુ હજી સ્વર્ગમાં જ હતો.