પૂર્વભવનો મિત્ર હતો–તે પણ આવ્યો. કેવળી ભગવાનની વાણી સાંભળ્યા પછી તેને એ
જાણવાની ઈચ્છા થઈ કે મારો મિત્ર ક્યાં ઉપજ્યો હશે? ઈચ્છા થતાં જ પોતાના
અવધિજ્ઞાનના બળથી તેણે જાણી લીધું કે તે જીવ બાકી બચેલા પુણ્યને લીધે સગર
ચક્રવર્તી થયો છે. તેની સાથે કરેલી પ્રતિજ્ઞા તેને યાદ આવી અને પ્રતિબોધ પમાડવા માટે
તે સગર ચક્રવર્તી પાસે આવ્યો. ત્યાં આવીને કહ્યું–કેમ મિત્ર! તમને યાદ છે?–આપણે
બંને અચ્યુતસ્વર્ગમાં સાથે હતા, અને એકબીજા સાથે નક્કી કરેલું કે આપણામાંથી જે
પૃથ્વી પર પહેલો અવતરે તેને અહીં સ્વર્ગમાં રહેલો બીજો સાથી પ્રતિબોધ પમાડે. હે
ભવ્ય તમે આ પૃથ્વી પર પહેલાં અવતર્યા છો, અને મનુષ્યમાં ઉત્તમ એવા ચક્રવર્તીપદના
સામ્રાજ્ય ચિરકાળ સુધી ભોગવી ચુક્યા છો. અરે, સર્પની ફેણ જેવા દુઃખકર આ
ભોગોથી આત્માને શો લાભ? તેમાં કિંચિત્ સુખ નથી, માટે હે રાજન્! હવે તેને છોડીને
મોક્ષસુખને માટે ઉદ્યમ કરો. અરે, અચ્યુતસ્વર્ગનો દૈવીવૈભવ પણ અસંખ્યવર્ષો સુધી
ભોગવી ચુક્યા છતાં જીવને તૃપ્તિ ન થઈ, આ રાજવૈભવ તો એની પાસે સાવ તૂચ્છ છે.
માટે એનો મોહ છોડીને મોક્ષમાર્ગમાં લાગો.
દૂર છે,–એમ વિચારી તે દેવ પોતાના સ્થાને ચાલ્યો ગયો. ખરૂં જ છે કે ડાહ્યા પુરુષો
અહિતની તો વાત જ નથી કરતા, ને હિતની વાત પણ યોગ્ય સમય વિચારીને જ કરે
છે. અરે, ધિક્કાર છે આ સંસારભોગોને–કે જેની લાલસા મનુષ્યને પોતાના વચનથી
ચ્યૂત કરાવી દે છે.
બીજો ઉપાય વિચાર્યો. આ વખતે તેણે ચારણરૂદ્ધિધારી ઉત્તમ મુનિનું રૂપ ધારણ કર્યું એ
તેજસ્વી મુનિરાજ અયોધ્યાનગરીમાં આવ્યા અને જિનેન્દ્રભગવાનને વંદન કરીને સગર
ચક્રવર્તીના ચૈત્યાલયમાં જ રહ્યા. જ્યારે ચક્રવર્તી તે ચૈત્યાલયમાં આવ્યા અને આ
મુનિરાજને દેખ્યા ત્યારે તેને ખૂબ આશ્ચર્ય થયું, અને ભક્તિથી નમસ્કાર કરીને પૂછ્યું–
પ્રભો! આવી નાની અવસ્થામાં આપે મુનિપદ કેમ લીધું?