Atmadharma magazine - Ank 316
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


PDF/HTML Page 25 of 41

background image
: ૨૨ : : મહા : ૨૪૯૬
કંઈ ભરોસો નથી, યુવાની મટીને બુઢાપો આવી જાય છે; આયુષ્ય તો દરરોજ ઘટતું જાય
છે, શરીર તો મેલનું ઘર છે. વિષયો તો પાપથી ભરેલા છે, તેમાં દુઃખ જ છે, આવા
અપવિત્ર, અનિત્ય અને પાપમય સંસારનો મોહ શો? એ તો છોડવા યોગ્ય જ છે.
વહાલી વસ્તુનો વિયોગ ને અણગમતી વસ્તુનો સંયોગ સંસારમાં થયા જ કરે છે.
સંસારમાં કર્મરૂપી શત્રુ દ્વારા જીવની આવી દશા થાય છે, માટે આત્મધ્યાનરૂપી અગ્નિવડે
તે કર્મને ભસ્મ કરીને હું અવિનાશી મોક્ષપદ પ્રગટ કરીશ. હે રાજા! તું પણ આ
સંસારનો મોહ છોડીને મોક્ષ માટે ઉદ્યમ કર.
મુનિવેશમાં રહેલા મણિકેતુદેવની આ વૈરાગ્ય ભરી વાત સાંભળીને રાજા સગર
ચક્રવર્તી સંસારથી ભયભીત તો થયો, પરંતુ પુત્રોના તીવ્ર સ્નેહને લીધે તે મુનિદશા લઈ
ન શક્યો. અરે, સ્નેહનું બંધન કેવું મજબુત છે! રાજાનો આવો મોહ દેખીને
મણિકેતુદેવને વિષાદ થયો; અને, હજી પણ આનો સંસાર બાકી છે–એમ વિચારીને તે
ચાલ્યો ગયો. અરે, જુઓ તો ખરા! આ સામ્રાજ્યની તુચ્છ લક્ષ્મીને વશ ચક્રવર્તી પૂર્વ
ભવની અચ્યુતસ્વર્ગની લક્ષ્મીને પણ ભૂલી ગયો છે! તે સ્વર્ગની વિભૂતિ પાસે આ
રાજસંપદા શું હિસાબમાં છે!–કે તેના મોહમાં જીવ ફસાયો છે! પણ મોહી જીવને સારા–
નરસાનો વિવેક રહેતો નથી. ખરેખર તો આ ચક્રવર્તી પુત્રોમાં જ સર્વસ્વ માનીને તેમાં
મોહિત થયો છે, પુત્ર પ્રેમમાં તે એવો મશગુલ થઈ ગયો છે કે સ્વર્ગ–મોક્ષના ઉદ્યમને
પણ ભૂલી ગયો છે!
તે ચક્રવર્તીને ૬૦ હજાર સુંદર પુત્રો હતા. સિંહના બચ્ચા જેવા શૂરવીર અને
પ્રતાપવંત રાજપુત્રો એકવાર રાજસભામાં આવ્યા અને વિનયપૂર્વક કહેવા લાગ્યા કે હે
પિતાજી! યુવાનીમાં શોભે એવું કોઈ સાહસનું કામ અમને બતાવો.
ત્યારે ચક્રવર્તીએ હર્ષિત થઈને કહ્યું: હે પુત્રો! ચક્ર વડે આપણા બધા કાર્યો સિદ્ધ
થઈ ચુક્યા છે; હિમવન પર્વત અને લવણસમુદ્ર વચ્ચે (છ ખંડમાં) એવી કોઈ વસ્તુ
નથી–જે આપણને પ્રાપ્ત થઈ ન હોય! તેથી તમારા માટે તો હવે એક જ કામ બાકી છે કે
આ રાજલક્ષ્મીનો યથાયોગ્ય ભોગવટો કરો.
શુદ્ધ ભાવનાવાળા તે રાજપુત્રોએ ફરીને પણ આગ્રહ કર્યો કે હે પિતાજી! અમને
ધર્મની સેવાનું કોઈ કાર્ય સોપોં; જો તમે અમને કાંઈ કાર્ય નહી સોંપો તો અમે ભોજન
નહીં કરીએ; (બધા રાજપુત્રો ચરમશરીરી ધર્માત્મા હતા; તેમની આ માંગણી એવો
આદર્શ રજુ કરે છે કે યુવાનોએ ધર્મકાર્યોમાં ઉત્સાહથી ભાગ લેવો જોઈએ.) ઉત્સાહી
પુત્રોનો આગ્રહ દેખીને રાજાને ચિંતા થઈ કે આને કયું કામ