Atmadharma magazine - Ank 316
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4 of 41

background image
: મહા : ૨૪૯૬ : ૧ :
વાર્ષિક વીર સં. ૨૪૯૬
લવાજમ માગશર
ચાર રૂપિયા 1970 Feb.
* વર્ષ ૨૭: અંક ૪ *
________________________________________________________________
ગુરુદેવના પગલે પગલે...
* આનંદરૂપી મોતીને ચરનારો ચૈતન્યહંસ *
* સોનગઢથી પોષ વદ અમાસની વહેલી સવારમાં મંગલપ્રસ્થાન પ્રસંગે
મંગલરૂપે ગુરુદેવે કહ્યું કે આ આત્મા ચૈતન્યહંસલો છે; જેમ માનસરોવરમાં રહેનારા હંસ
તો સાચા મોતીના ચારા ચરનારા છે; તે કાંકરાને તો ન ચરે ને જારનાં દાણા પણ ન
ચરે; તેમ સુખના સરોવરમાં રહેનારો આ ચૈતન્યહંસલો તો આનંદરૂપી મોતીના ચારા
ચરનાર છે; તે અશુભ–કાંકરાને તો ન ચરે, ને જાર જેવા શુભને પણ ન ચરે. શુભને પણ
ન ચરે તો અશુભની તો વાત જ શી? એ તો આનંદના મોતીના ચારા ચરનારો છે.
આવો આનંદ તે આ ચૈતન્યહંસલાનો સ્વભાવ છે. તે મહામંગળ છે.
–આવા મંગલપૂર્વક, બે ઠેકાણે પંચકલ્યાણક–પ્રતિષ્ઠા અને બે ઠેકાણે વેદીપ્રતિષ્ઠા
નિમિત્તે સોનગઢથી મંગલપ્રસ્થાન કર્યું અને રસ્તામાં પણ એનું જ રટણ કરતા, તથા ૪૭
શક્તિદ્વારા આત્મવૈભવને યાદ કરતા કરતા રાજકોટ પહોંચ્યા.
* રાજકોટ: રાજકોટમાં દશાશ્રીમાળી વણિક ભોજનશાળામાં સ્વાગત–ગીત બાદ
બે હજાર જેટલા જિજ્ઞાસુ શ્રોતાઓએ ગુરુદેવનું મંગલપ્રવચન સાંભળ્‌યું. પ્રવચનમાં
ગુરુદેવે કહ્યું: આ દેહથી જુદો આત્મા આનંદસ્વરૂપ છે. જેમ લીંડીપીપર પોતે
તીખાશસ્વભાવથી ભરેલી છે, તેમાંથી ૬૪ પહોરી પૂરી તીખાશ પ્રગટે છે, તે ક્યાંય
બહારથી નથી આવતી; તેમ જ્ઞાન અને સુખસ્વભાવથી ભરપૂર આત્મા છે, તેનામાં પૂરો
આનંદસ્વભાવ ભર્યો છે, તેમાં એકાગ્ર થતાં પોતામાંથી જ આનંદ પ્રગટ થાય છે.
પરમાત્માને જે પૂર્ણ આનંદ પ્રગટ્યો તે ક્યાંથી આવ્યો? શું દેહમાંથી તે આનંદ
આવ્યો?–ના; અશુભ કે શુભ રાગમાંથી તે આનંદ આવ્યો?–ના; આત્મામાં પૂર્ણ
આનંદસ્વભાવ ભર્યો છે તેમાંથી જ તે પ્રગટ્યો છે.