Atmadharma magazine - Ank 316
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 41

background image
: ૨ : : મહા : ૨૪૯૬
સવારમાં (સોનગઢમાં) કહ્યું હતું કે માનસરોવરના હંસલા તો મોતી ચરે, તે
કાંઈ કાંકરા કે જુવારના દાણા ન ખાય; તેમ શુદ્ધઉપયોગસ્વભાવી આત્મા, ચૈતન્ય
હંસલો, તે આનંદના ચારા ચરનારો છે, તે રાગના ચારા ચરનારો નથી.
આત્માના સ્વભાવની પ્રતીત કરીને સાધક કહે છે કે હે પ્રભો! આપે અમારા
આત્માને પણ આપના જેવો શુદ્ધસ્વભાવી દેખ્યો છે; આનંદકંદ આત્મા છે તે
શુદ્ધોપયોગરૂપ છે. નિર્વિકલ્પ થઈને શુદ્ધ ઉપયોગના સરોવરમાં અતીન્દ્રિય આનંદના
મોતીડા ચરે એવો આ ચૈતન્યહંસલો છે; પણ પોતે પોતાને ભૂલીને આનંદને બદલે
દુઃખને અનુભવે છે.
ભગવાનને પૂર્ણ આનંદ અને વીતરાગદશા પ્રગટી તે ક્યાંથી આવી? આત્મામાં
તેવો સ્વભાવ છે, તે જ પ્રગટ્યો છે. તે સ્વભાવમાં એકાગ્ર થઈને સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્ર પ્રગટ કર્યો તે જ ધર્મ છે, તે જ ઉત્કૃષ્ટ મંગળ છે.
આત્મા આનંદના વૈભવવાળો છે, તે દેહ પાસે ને સંયોગ પાસે પોતાના આનંદની
ભીખ માગે એ તેને શોભતું નથી. અનંત જ્ઞાન–દર્શન–સુખ ને બળ એવા ચતુષ્ટયથી
પરિપૂર્ણ ભગવાન આત્મા, તેને દ્રષ્ટિમાં લેતાં આનંદનો અનુભવ થાય તે મંગળ છે.
આ દશાશ્રીમાળી ભોજનશાળામાં સં. ૧૯૮૯ માં (–૩૭ વર્ષ પહેલાં) પ્રવચન
વાંચતા ત્યારે ત્રણત્રણ હજાર માણસોની સભામાં લાઉડસ્પીકર વગર પ્રવચનો કરતા;
તેમજ ૧૯૯૮ ની સાલના યાદગાર પ્રસંગોનું સ્મરણ થતું હતું.
રાજકોટમાં બપોરે સમયસારના પહેલા કલશ ઉપર પ્રવચન કરતાં ગુરુદેવે કહ્યું–
આ સમયસાર એક ‘અધ્યાત્મશાસ્ત્ર’ છે. સમયસાર એટલે શુદ્ધ આત્મા તેને બતાવનારું
આ શાસ્ત્ર છે. તેના મંગળ શ્લોકમાં કહે છે કે આ અનંતગુણના ધામ શુદ્ધઆત્મતત્ત્વને
નમસ્કાર હો. અંદર બેહદ જ્ઞાન–આનંદસ્વભાવ છે–જેમાં શરીર નથી, જેમાં જડકર્મો નથી
ને જેમાં રાગ–દ્વેષ નથી,–આવો સારભૂત આત્મા તે સમયસાર છે. તે કેવી રીતે જણાય?
કે સ્વાનુભૂતિવડે પોતે પોતાને જાણે છે.
આવો આત્મા ચૈતન્યભાવમય છે. ચૈતન્ય તેનો ‘ભાવ’ છે. જેમ સોનાનો ભાવ
(એટલે સોનાની પીળાશ વગેરે ગુણો) તેનાથી જુદો નથી, તેમ દ્રવ્યનો ભાવ તેનાથી
જુદો હોતો નથી. આત્માનો ચિત્સ્વભાવ આત્માથી જુદો નથી. આત્માના