: ૪ : : મહા : ૨૪૯૬
કદી ન સાંભળેલી વાત
જામનગર શહેરમાં પૂ. શ્રી કાનજી સ્વામીનાં પ્રવચનોમાંથી
(વીર. સં. ૨૪૯૬ માહ સુદી ૧ થી ૭ સુધી)
* * * * *
આત્મા દેહથી ભિન્ન ચૈતન્યતત્ત્વ છે, તે સર્વજ્ઞ સ્વભાવથી પરિપૂર્ણ છે. તેને
ઓળખી તેમાં એકાગ્ર થતાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર અને કેવળજ્ઞાન પ્રગટ થાય છે;
તેને ભગવાન પરમાત્મા કહેવાય છે.
જેમ લીંડીપીપરમાં તીખાશ છે તેમ દરેક આત્મામાં સર્વજ્ઞ થવાની તાકાત ભરી
છે. આવો સ્વભાવ પોતામાં હોવા છતાં અજ્ઞાની જીવે તેનો અનુભવ, તેનો પરિચય કે
તેનું યથાર્થ શ્રવણ પૂર્વ કદી કર્યું નથી. અને એવો સ્વભાવ દેખાડનારા જ્ઞાનીઓનો સંગ
પણ તેણે કદી કર્યો નથી. તેથી સુલભ હોવા છતાં પોતાના સ્વભાવની વાત તેને દુર્લભ
થઈ પડી છે.
તે દુર્લભ એવું એકત્વ–વિભક્ત સ્વરૂપ આચાર્ય ભગવાને આ સમયસારમાં
બતાવ્યું છે. અરે જીવ! આત્માના શુદ્ધ નિજાનંદ સ્વરૂપનો ભોગવટો છોડીને,
શુભાશુભભાવરૂપ ઈચ્છાની ને ભોગવટાની તથા બંધનની જ વાત સાંભળી છે ને તેનો
જ પ્રેમ કર્યો છે. પણ આત્માના સ્વભાવમાં જે અનંતગુણનો નિજવૈભવ છે તેની પ્રીતિ
કદી કરી નથી.
શરીર ને આત્માનો જે સંયોગ છે તેમાં શરીર તો અજીવપણે જ રહ્યું છે, ને
આત્મા પોતાના ચેતનભાવપણે જ રહ્યો છે. શરીર અજીવ મટીને જીવનું નથી થયું, ને
જીવ પોતે ચેતન મટીને કદી જડ થયો નથી.
શરીરનો સંયોગ તો છૂટી જાય છે ને આત્મા કાયમ રહે છે; જો શરીર આત્માનું
હોય તો આત્માથી જુદું પડે જ નહીં. જ્ઞાન તે આત્માનું સ્વરૂપ છે, તે કદી આત્માથી જુદું
પડતું નથી.
જ્ઞાનસ્વરૂપ આત્મા શરીરથી જુદો છે, ને શુભ–અશુભ (પુણ્ય–પાપ) ભાવોથી