Atmadharma magazine - Ank 316
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 41

background image
: ૬ : : મહા : ૨૪૯૬
પાંચ ઈંદ્રિયના વિષયો ચૈતન્યથી પાર છે. ઈંદ્રિયભોગોનું સેવન તે તો પાપ છે,
અને બહારના શુભભાવના નિમિત્તરૂપ વિષયો તે પણ ઈંદ્રિયવિષયો જ છે; ભલે પુણ્યનું
કારણ,–પણ તે કાંઈ ચૈતન્યની જાત નથી, ચૈતન્યનું સ્વરૂપ તે નથી. ચૈતન્યસ્વરૂપ તો
પાપ કે પુણ્ય બંને પ્રકારના વિષયોથી પાર છે. આવા તત્ત્વને જીવે કદી અનુભવમાં નથી
લીધું, તેથી તે અપૂર્વ છે. ભાઈ! કદી નહીં સેવેલા એવા આ ચૈતન્યના એકત્વસ્વરૂપનું તું
સેવન કર. એના સેવન વડે તારું ભ્રમણ મટીને તું ભગવાન થઈશ.
જેમ ચમકદાર મોતીનાં પાણીને ઝવેરી જ પારખી શકે છે, ગામડાનો પટેલિયો
તેને પારખી નથી શકતો; તેમ અનંત ગુણોથી ચમકદાર એવું ચૈતન્યરત્ન, અતીન્દ્રિય
આનંદના તરંગથી ઉલ્લસી રહ્યું છે, એ ચૈતન્યરત્નનાં તેજ જ્ઞાની જ પારખી શકે છે; જેને
બહારની ચીજનો પ્રેમ છે ને રાગનો પ્રેમ છે તે મંદબુદ્ધિ જીવ રાગથી પાર ચૈતન્યરત્નનાં
તેજને ઓળખી શકતો નથી.
અહા, રાગ અને આત્માની ભિન્નતા છે, તેનું ભાન થતાં સુખનો ખજાનો ખૂલી
ગયો. રાગના પ્રેમ આડે ચૈતન્યના ખજાનાને તાળાં દેવાઈ ગયા છે, પણ રાગથી જુદો
પડીને અંદરમાં નજર કરે ત્યાં તો આનંદનો છલોછલ દરિયો ઊછળી રહ્યો છે, ને અનંતા
ચૈતન્ય–નિધાન નજર સામે દેખાય છે. પોતાના આવા નિધાનની વાત જ્ઞાનીએ
સંભળાવી ત્યારે પણ જીવે તેની દરકાર ન કરી એટલે પોતાના સ્વભાવની વાત પ્રેમથી
તેણે લક્ષમાં ન લીધી એટલે તેનું શ્રવણ પણ ન કર્યું. માટે કદી નહીં સાંભળેલી એવી
પોતાના સ્વભાવની વાતનું અપૂર્વ રુચિથી શ્રવણ કરવું.
પોતે આત્માને જાણ્યો નહીં અને આત્માને જાણનારા ‘જ્ઞાની’ નો સંગ પણ ન
કર્યો. જ્ઞાનીનો સંગ ખરેખર ક્યારે કર્યો કહેવાય? કે ‘જ્ઞાની’ એટલે શું તે પહેલાં
ઓળખે. કાંઈ શરીર તે જ્ઞાની નથી, રાગ તે જ્ઞાની નથી, જ્ઞાની તો અંદરમાં રાગથી પાર
જ્ઞાનના અનુભવરૂપે પરિણમેલો આત્મા છે. એવા આત્માને લક્ષગત કરીને જ્ઞાનીનો
સંગ કરે ત્યારે તેણે જ્ઞાનીની ઉપાસના કરી કહેવાય; તેમાં આત્માના સ્વભાવનો અપૂર્વ
ઉત્સાહ છે. રાગનો ઉત્સાહ છોડીને આત્માનો ઉત્સાહ પ્રગટ કરે ત્યારે સાચું શ્રવણ અને
જ્ઞાનીનો સંગ કર્યો કહેવાય.
કષાયચક્ર એટલે પુણ્ય અને પાપના ભાવો, તેની સાથે એકમેકપણે જ અજ્ઞાની
પોતાને અનુભવે છે, પણ કષાયોથી ભિન્ન, પુણ્ય–પાપ બંનેથી ભિન્ન, પોતાનું એકત્વ–