ફોન નં. : ૩૪ “આત્મ ધર્મ” Regd. No. G. 182
સાચી બુદ્ધિ તે જ કે જે ચૈતન્યનો બોધ કરે
પોતાનો ભૂતાર્થસ્વભાવ જ જીવને શરણભૂત છે, તેના જ શરણે શાંતિ એટલે કે
સમ્યગ્દર્શનાદિ થાય છે.
આત્માની બુદ્ધિ તેને કહેવાય કે જે અંતર્મુખ થઈને રાગાદિ ભાવોથી આત્માને
ભિન્ન કરે. શુદ્ધનયવડે આવો બોધ કરવો તે જ સાચી બુદ્ધિ છે, રાગની બુદ્ધિ તે સાચી
બુદ્ધિ નથી.
સદાય ટકતો એવો જે પોતાનો શુદ્ધ ચૈતન્યસ્વભાવ તે ભૂતાર્થ છે, બીજા બધા
ભાવો અભૂતાર્થ છે, અશરણ છે.
સિદ્ધ ભગવાનનાં દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેનું અસ્તિત્વ છે, પણ તે ત્રણે શુદ્ધ છે,
સ્વભાવથી પરિપૂર્ણ છે. સિદ્ધને કાંઈ પર્યાય નીકળી નથી ગઈ, તેમને દ્રવ્ય–ગુણ–પર્યાય
ત્રણે છે.
સોનગઢમાં જૈનદર્શન શિક્ષણ વર્ગ
ઉનાળાની રજાઓ દરમિયાન સોનગઢમાં દર વર્ષે જૈન વિદ્યાર્થીઓ માટે ધાર્મિક
શિક્ષણનો વર્ગ ચાલે છે, સેંકડો વિદ્યાર્થીઓ તેનો લાભ લઈને પોતાના જીવનમાં ધાર્મિક
જ્ઞાનનું સિંચન કરે છે. બાલવયથી થયેલું આ ધાર્મિક સંસ્કારોનું સિંચન જીવનભર
ઉપયોગી થાય છે. આ વર્ષે પણ પૂ. ગુરુદેવ સોનગઢ પધાર્યા પછી બીજે દિવસે એટલે કે
તા. ૧૦–પ–૭૦ રવિવાર વૈશાખ સુદ પાંચમથી શિક્ષણવર્ગ શરૂ થશે, ને વૈશાખ વદ ૯
શુક્રવાર તા. ૨૯–પ–૭૦ સુધી ચાલશે. દાખલ થનાર ભાઈઓ માટે ભોજન અને
પુસ્તકોની વ્યવસ્થા સંસ્થા તરફથી થાય છે. વર્ગના ધાર્મિક શિક્ષણ ઉપરાંત પૂ. શ્રી
કાનજીસ્વામીનાં આત્મસ્વરૂપ સમજાવનારાં ઉત્તમ અધ્યાત્મ–પ્રવચનોનો પણ લાભ મળે
છે. વિદ્યાર્થી ભાઈઓ જીવનમાં ઉત્તમ સંસ્કાર રેડવા માટે આ શિક્ષણ વર્ગનો લાભ લ્યો.
શિક્ષણ વર્ગમાં દાખલ થવા માટે નીચેના સરનામે લખવું અને સમયસર સોનગઢ આવી
જવું. ઉત્તમ શિક્ષણ વર્ગમાં મોક્ષમાર્ગ પ્રકાશક તથા જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તરમાળા ચાલશે,
માટે જેમની પાસે તે પુસ્તકો હોય તે લેતાં આવવાં.
દરેક વિદ્યાર્થીએ પોતાનું બેડીંગ તથા પોતાની જરૂરિયાતની ચીજો અવશ્ય સાથે
લાવવા સૂચના છે.
શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ (સૌરાષ્ટ્ર)
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ વતી પ્રકાશક અને
મુદ્રક: મગનલાલ જૈન અજિત મુદ્રણાલય: સોનગઢ (સૌરાષ્ટ્ર) પ્રત: ૨૭૦૦