Atmadharma magazine - Ank 318
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


PDF/HTML Page 47 of 48

background image
–: વૈરાગ્ય સમાચાર:–
* સોનાસણના રહીશ ભાઈશ્રી છોટાલાલ ગુલાબચંદ ગાંધી તા. ૧–૪–૭૦ ના રોજ
અમદાવાદ મુકામે સ્વર્ગવાસ પામ્યા છે. કેટલાક વખતથી તેમને કેન્સરનું દર્દ હતું. દોઢ માસ
પહેલાં ગુરુદેવ અમદાવાદ પધાર્યા ત્યારે છોટાલાલભાઈને ત્યાં દર્શન દેવા પધાર્યા હતા.
ભાઈશ્રી છોટુભાઈ અવારનવાર સોનગઢ આવીને લાભ લેતા હતા, તેમજ કેટલાક પુસ્તકોનો
ગુજરાતી અનુવાદ તેમણે કર્યો હતો. સ્વર્ગવાસના થોડા સમય પહેલાં તેમણે આદિનાથ
ભગવાનનાં દર્શન કર્યા હતા. વીતરાગી દેવ–ગુરુ–ધર્મની છાયામાં તેઓ આત્માહિત પામો.
* વીંછીયાના ભાઈશ્રી રતિલાલ કસ્તુરચંદ ડગલીના માતુશ્રી મણિબાઈ (ઉ. વર્ષ
૮૮) માહ વદ ૮ ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે. ગુરુદેવ પ્રત્યે તેમને ભક્તિભાવ હતો; અને
છેલ્લા દિવસ સુધી શુદ્ધિમાં હતા. વીતરાગી દેવ–ગુરુ–ધર્મની છાયામાં તેઓ આત્મહિત પામો.
* નાગનેશવાળા ભાઈશ્રી મલુકચંદ છોટાલાલ ઝોબાળિયાના ધર્મપત્ની સમતાબેન
(ઉ. વર્ષ ૬પ) ફાગળ સુદ ૧૧ ના રોજ મુંબઈ મુકામે સ્વર્ગવાસ પામ્યા છે. તેઓ ભદ્રિક હતા
અને છેલ્લા કેટલાક વર્ષોથી સોનગઢમાં રહીને સત્સમાગમનો લાભ લેતા હતા. પહેલેથી
તેમને અક્ષરજ્ઞાન ન હતું પરંતુ પાછળથી મોટી ઉંમરે તેમણે ‘આત્મધર્મ’ વગેરે ધાર્મિક
સાહિત્ય વાંચવાની ભાવનાથી વાંચતાં શીખી લીધું હતું, અને પ્રેમથી ધાર્મિક વાંચન કરતા
હતા. માંદગી દરમિયાન તેઓ મુંબઈમાં તેમના પુત્ર પુનમભાઈને ત્યાં હતા અને જીવનના
છેલ્લા દિવસ સુધી જિનમંદિરે વાંચનમાં ગયા હતા, તથા મલુકચંદભાઈ સાથે ધાર્મિક ચર્ચા
પણ કરી હતી. આ રીતે સત્ સમજવાની જિજ્ઞાસામાં આગળ વધીને વીતરાગી દેવ–ગુરુ–
ધર્મની છાયામાં તેઓ આત્મહિત પામો.
* અમદાવાદ ના ભાઈશ્રી ત્રિકમલાલ મહાસુખરામ (કે જેઓ શ્રીમદ્ રાજચંદ્ર–
જન્મશતાબ્દિ મંડળના પ્રમુખ હતા) તેઓ માહ સુદ ૧૧ ને દિવસે લકવાની બિમારીથી સ્વર્ગવાસ
પામ્યા છે. તેમની સ્મૃતિ નિમિત્તે તેમના કુટુંબીજનો તરફથી રૂા. ૧૦૦૧/– (એકહજાર એક)
ગુરુદેવ અમદાવાદ પધાર્યા ત્યારે આત્મધર્મ–માસિકના પ્રચાર માટે જાહેર કરવામાં આવ્યા હતા.
વીતરાગી દેવ–ગુરુ–ધર્મની છાયામાં તેઓ આત્મશાંતિ પામો.
* માંડલના ભાઈશ્રી કેશવલાલ ઉકાભાઈ માહ વદ આઠમના રોજ સ્વર્ગવાસ પામ્યા
છે. તેઓ અવારનવાર સોનગઢ આવીને સત્સંગનો લાભ લેતા હતા. વીતરાગી દેવ–ગુરુ–
ધર્મની આરાધનાથી તેઓ આત્મહિત પામો.
* વીંછીયાવાળા (હાલ અમદાવાદમાં) ભાઈશ્રી સોમચંદભાઈ ભુરાભાઈ શાહ ફાગણ
સુદી ૮ ને રવિવાર તા. ૧પ–૩–૭૦ ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે. છેલ્લા કેટલાક વખતથી
તેઓ બિમાર હોવા છતાં હંમેશ ધાર્મિક વાંચન કરતા હતા. અગાઉ વીંછીયા મુમુક્ષુમંડળમાં
ઘણા સમય સુધી તેમણે વાંચન કરેલું. વીતરાગી દેવ–ગુરુ–ધર્મની ઉપાસના વડે તેઓ
આત્મહિત પામો.