: ૧૬ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૬
હું કોણ છું? ક્્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું?
કોના સંબંધે વળગણા છે? રાખું કે એ પરિહરું?
એના વિચાર વિવેકપૂર્વક શાંતભાવે જો કર્યાં,
તો સર્વ આત્મિકજ્ઞાનના સિદ્ધાંત તત્ત્વો અનુભવ્યાં.
ઘણા જીવોને અંતરમાં આત્માનો આવો વિચાર પણ જાગતો નથી ને વેપાર
ધંધામાં મશગુલ રહીને પાપમાં જીવન ગુમાવે છે; જરાક આગળ વધે તો કંઈક શુભરાગ
કરીને સન્તોષ માની લ્યે કે ધર્મ કરી લીધો પણ બાપુ! ધરમના રાહ કંઈક જુદા છે.
ફૂરસદ લઈને, વિવેકપૂર્વક એટલે રાગથી જરા જુદો પડીને આત્માના સ્વરૂપનો અંતરમાં
શાંતિથી વિચાર કરવો જોઈએ. શુદ્ધઆત્માને ઓળખવો એટલે કે અનુભવવો તે
સિદ્ધાંતનો સાર છે, તે જૈનશાસન છે; તેમાં જ મનુષ્યપણાની સાર્થકતા છે.
[મોરબીમાં રાત્રે તત્ત્વચર્ચા પણ સારી ચાલતી હતી; ચૈત્ર સુદ દસમે પૂ. બેનશ્રી–
બેને માનસ્તંભની ખાસ ભક્તિ કરાવી હતી. બીજે દિવસે રાષ્ટ્રિયશાળાના બાળકોએ
ભજન–ભક્તિનો કાર્યક્રમ રજુ કર્યો હતો. આપણા આત્મધર્મના સંપાદક બ્ર. હરિભાઈ
મોરબીના વતની છે. કેટલાક ભાઈ–બહેનો મોરબીથી વવાણિયા પણ ગયા હતા. પૂ.
ગુરુદેવ ચૈત્ર સુદ ૧૨ના રોજ સવારમાં જિનમંદિરમાં ભક્તિ કરાવીને વાંકાનેર પધાર્યા
હતા.)
સ્વભાવની ‘હા’
હે જીવ! તું અનંત ધર્મના વૈભવથી ભરેલો છે. આ તારા
સ્વભાવની ચીજ તને બતાવીએ છીએ. તારી વસ્તુની એકવાર
હા તો પાડ. આ સ્વભાવની એકવાર ‘હા’ પાડવામાં એટલે કે
તેની પ્રતીત કરવામાં વિકલ્પની જરૂર નથી, કેમકે તેમાં વિકલ્પ
નથી. જેમાં વિકલ્પ નથી એવા સ્વભાવની પ્રતીત કરવામાં
વિકલ્પનું અવલંબન કેમ હોય? નિર્વિકલ્પ વસ્તુમાં વિકલ્પને
સાથે લઈને જવાતું નથી. અહો, ચૈતન્ય ભગવાન કેવો શુદ્ધ છે!–
તો આ ચૈતન્ય ભગવાનને ભેટનારી પરિણતિ તેના જેવી શુદ્ધ,
રાગ વગરની હોય.
(–– ‘આત્મવૈભવ’ માંથી)