Atmadharma magazine - Ank 319
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


PDF/HTML Page 20 of 54

background image
: ૧૮ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૬
છું. મારા જ્ઞાન આંગણાને ઉજ્વળ કરીને તેમાં ભગવાનને આમંત્રું છું. અનંત સિદ્ધપદ
પ્રગટવાની આત્મામાં તાકાત છે–તેનો વિશ્વાસ કરીને આદર કર્યો તે જ મંગળ છે.
આત્માનો આવો સ્વભાવ છે તે પ્રતીતમાં લેતાં સુખની પ્રાપ્તિ ને મોહનો નાશ થયો તે
મંગળ છે. આ માંગળિક આનંદનું દાતા છે. અનંતા સિદ્ધ થયા તેઓ રાગ વગરના
એકલા જ્ઞાનમય છે–તેનો સ્વીકાર કરતાં પોતાના શુદ્ધ સ્વભાવ તરફ ઝુકાવ થાય છે ને
રાગ તરફ ઝુકાવ રહેતો નથી. આ જ અપૂર્વ મંગળ છે.
અનંતા સિદ્ધભગવંતોના આદરના બહાને હું મારા પૂર્ણ સ્વભાવને યાદ કરૂં છું;
તેનો આદર કરું છું; તેના આદરથી મોહદશાનો નાશ થઈને પરમાત્મદશા પ્રગટ થાઓ.–
આ પ્રમાણે મંગળ કર્યું.
વાંકાનેરમાં બે દિવસ દરમિયાન પ્રવચનમાં સમયસાર ગા. ૧પ મી વંચાણી હતી.
તત્ત્વચર્ચા તથા ભક્તિ પણ સરસ થતી હતી. ચૈત્ર સુદ તેરસે મહાવીર ભગવાનનો
મંગલ જન્મોત્સવ તેમજ વાંકાનેરના જિનમંદિરમાં વીરપ્રભુની પ્રતિષ્ઠાનો વાર્ષિક દિવસ
આનંદથી ઉજવાયો હતો. સવારમાં જિનમંદિરમાં સમૂહ પૂજા બાદ પ્રવચનમાં શરૂઆતમાં
વીરપ્રભુને યાદ કરીને ગુરુદેવે કહ્યું કે –
આજે ભગવાન મહાવીર પરમાત્માનો જન્મ દિવસ છે; અહીં (વાંકાનેર–
જિનમંદિરમાં) ભગવાનની વર્ષગાંઠ પણ આજે છે. ભગવાન જન્મ્યા ત્યારે આત્મજ્ઞાન
તો સાથે જ હતું; પછી આ છેલ્લા અવતારમાં કેવળજ્ઞાન પ્રગટ કરીને પરમાત્મા થયા
તેમણે પોતાના આત્માને કેવો અનુભવ્યો, અને કેવો ઉપદેશ્યો? તેની વાત આ
સમયસારની પંદરમી ગાથામાં છે. આત્માને અનુભવનારું ભાવશ્રુત જ્ઞાન કહો કે
જિનશાસન કહો, તેની આ વાત છે. જિનશાસનની એટલે કે આત્માના શુદ્ધ સ્વભાવની
કોઈ અચિંત્ય મહિમા છે. વિકલ્પની સાથે એકતા તૂટીને નિર્વિકલ્પ વેદનથી આત્માનો
અનુભવ થાય તે જૈનશાસન છે. આવી અનુભૂતિ તે આત્મા જ છે. આત્માનો અનુભવ
કરતાં તેમાં સમસ્ત જિનશાસનની અનુભૂતિ આવી ગઈ. શુદ્ધઆત્માને જાણ્યો તેણે
ભગવાનના સર્વ ઉપદેશને જાણી લીધો એટલે કે જિનશાસનને જાણી લીધું.
આત્માનો જે સહજ એકરૂપ સ્વભાવ, તે સ્વભાવ તરફ ઝુકેલી પર્યાય, તેમાં
સામાન્યજ્ઞાનનો આવિર્ભાવ છે, ને વિશેષરૂપ ભેદનો તિરોભાવ છે, એટલે કે તે
અભેદના અનુભવમાં ભેદ રહેતા નથી. જ્ઞાનની એકતાનો અનુભવ તેને સામાન્યનું
પ્રગટપણું કહ્યું. આવા જ્ઞાનની અનુભૂતિ ભગવાને કરી ને જગતને તેવી અનુભૂતિનો
ઉપદેશ દીધો. ઈન્દ્રિય