સ્વભાવ તરફ ઝૂકેલી નિર્મળ જ્ઞાનપર્યાયમાં પ્રકાશે છે. આ મહાવીરનો સન્દેશ છે કે
અંતર્મુખ જ્ઞાનવડે આત્માને અનુભવો. અંતર્મુખ જ્ઞાનવડે આત્મા જીવે છે, એ રીતે
આત્માને જીવાડો. આવું ખરૂં જીવન ભગવાને બતાવ્યું છે. આ સિવાય દેહથી, ખોરાકથી
કે રાગથી આત્મા જીવતો નથી. આત્માના જીવન માટે રાગની કે ખોરાકની જરૂર નથી.
ચૈતન્યપ્રાણથી સ્વયં આત્મા જીવે છે. આત્માનું આવું જીવન પ્રગટ કરે તેને જ સાચો વીર
કહેવાય છે. ‘ખરેખરો એ જ્ઞાયકવીર ગણાય જો.’
રોકાય તે પણ શુદ્ધઆત્માને જાણી શકતા નથી. ઈન્દ્રિયોથી પાર, રાગથી પાર, અંતર્મુખ
જ્ઞાનવડે આત્માને અનુભવવો તે ભગવાન મહાવીરનો માર્ગ છે. આવા અનુભવનું
સાધન શું? કે તેનું સાધન થવાની તાકાત પણ તારામાં જ પડી છે; બીજું બહારનું કોઈ
સાધન ગોતવું નહીં પડે. ભગવાન આત્મા પોતે રાગપ્રવૃત્તિથી જુદો પડીને જ્ઞાનમાં પ્રવર્તે
ત્યારે જ આત્માની સાચી અનુભૂતિ થાય છે ને મિથ્યાત્વ મટે છે. જ્ઞાની તો જ્ઞાનમાં
પ્રવર્તતો થકો રાગને પણ જાણે છે, પણ રાગને જાણતાં પોતે રાગમાં તન્મય થઈને
વર્તતો નથી. જ્ઞાન સાથે એકાકાર થઈને જ્ઞાનાકારે જ્ઞાન થયું, તેમાં સામાન્યજ્ઞાનનો
આવિર્ભાવ કહ્યો. જે વિશેષરૂપ જ્ઞાન છે તે પણ રાગાદિથી જુદું જ છે. રાગથી પાર
સ્વસંવેદ્ય આત્મા છે, તેને સ્વાનુભવમાં બીજા કોઈની અપેક્ષા નથી. આવા આત્માનો
અનુભવ કર્યો તેના ફળમાં ભગવાનને એવી પરમાત્મદશા પ્રગટ થઈ કે –
અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો.
તો સદાય એકરૂપ છે. આવું અપૂર્વ મહિમાવંત કાર્ય જેનાથી પ્રગટ્યું તે કારણનો મહિમા
પણ અપૂર્વ જ હોય ને! રાગ અને ઈન્દ્રિયજ્ઞાન કાંઈ તેનું કારણ ન થઈ શકે.