Atmadharma magazine - Ank 319
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


PDF/HTML Page 22 of 54

background image
: ૨૦ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૬
હજી તો બાલવયમાં હતા ત્યારે સંજય–વિજય નામના બે મુનિવરોની સૂક્ષ્મ શંકાઓ
તેમને દેખતાં જ દૂર થઈ ગઈ, અને તેમણે તેનું ‘સન્મતિનાથ’ એવું નામ આપ્યું.
અંતરનું ચૈતન્યતત્ત્વ તેને દેખતાં શંકાઓ મટી જાય છે. તીર્થંકરના આત્માનો કોઈ
અચિંત્ય મહિમા છે. આવા તીર્થંકર પરમાત્માના જન્મકલ્યાણકનો આજે મંગલ
દિવસ છે. ભગવાન મહાવીર વૈશાલીના કુંડગ્રામમાં (જે હાલ મુજફરનગર
જિલ્લામાં આવેલું છે ત્યાં) જન્મ્યા હતા. અને જન્મીને ભાવશ્રુતજ્ઞાનના બળવડે
કેવળજ્ઞાનને સાધ્યું.
અહો! ધર્મી સાધકજીવ મતિશ્રુતજ્ઞાનવડે કેવળજ્ઞાનને બોલાવે છે.
કેવળજ્ઞાનને ભાવશ્રુતવડે નજીક લાવે છે. ભાવશ્રુતજ્ઞાનમાં શુદ્ધ આત્માને
અનુભવમાં લીધો ત્યાં કેવળજ્ઞાન થાય થાય ને થાય જ! પરજ્ઞેયોમાં જેનું જ્ઞાન
આસક્ત છે તેને આવું ભાવશ્રુતજ્ઞાન અનુભવમાં આવતું નથી. ભાવશ્રુત તો
શાસ્ત્રથી પણ પાર છે. શાસ્ત્રનું શ્રવણ તે કાનનો વિષય છે, તેના વડે આત્માનો
અનુભવ કેમ થાય? પરજ્ઞેયના અવલંબને સ્વજ્ઞેય કેમ પકડાય પરજ્ઞેયમાં જે
આસક્ત છે એટલે કે પરજ્ઞેય તરફના ઝુકાવમાં કિંચિત્ લાભબુદ્ધિ છે તે જીવ
સ્વજ્ઞેયમાં આસક્ત નથી, એટલે તેને સ્વજ્ઞેય એવા શુદ્ધાત્માના અનુભવરૂપ
ભાવશ્રુત પ્રગટતું નથી. અહીં તો ભાવશ્રુતવડે આત્માને પકડીને સમ્યગ્દર્શન પ્રગટ
કરવાની વાત છે. જેણે જ્ઞાનસ્વરૂપ આત્માની અનુભૂતિવડે સમ્યગ્દર્શન કર્યું તે જીવ
વીરપ્રભુના માર્ગમાં ચાલ્યો, તે જિનેશ્વરદેવનો લઘુનંદન થયો.
સર્વજ્ઞ પરમાત્મા કહે છે કે તું અમારા તરફ નહીં પણ તારા આત્મા તરફ ઝુક!
તારા જ્ઞાનને આત્મા તરફ વાળીને સ્વજ્ઞેયમાં એકાગ્ર થા. આવું તો વીતરાગ જ કહી
શકે. અમારી સામે જો–એમ ભગવાન નથી કહેતા; અમારી સામે નહીં પણ તારા
પોતાના આત્મા સામે જો તો તારો ઉદ્ધાર થશે–એમ વીતરાગ પરમાત્મા કહે છે. અહો!
વીતરાગનો સ્વસન્મુખ માર્ગ કોઈ અલૌકિક છે.
જ્ઞાની તો રાગાદિ પરભાવોને જાણતાં પણ પોતે જ્ઞાનરૂપે જ પોતાને અનુભવે
છે; રાગને જાણતાં તે પોતાને એમ નથી અનુભવતો કે હું રાગ છું, પણ એમ અનુભવે કે
રાગને જાણનારો હું રાગથી જુદો જ્ઞાનરૂપ છું.–આવી જે પરભાવોથી ભિન્ન શુદ્ધ જ્ઞાનની
અનુભૂતિ તે જૈનધર્મ છે.
ભાવશ્રુતપર્યાયને આત્મા કહ્યો. જ્ઞાનની સ્વસન્મુખ અનુભૂતિ તે શુદ્ધાત્માની
અનુભૂતિ છે, અને તે પોતે આત્મા જ છે. અનુભૂતિથી જુદો આત્મા નથી. આત્માની