દિગંબર જિનમંદિરનું શિલાન્યાસ થયું; અમરેલીના ભક્તોની ઘણા વખતથી જિનમંદિર
માટે ભાવના હતી તે સફળ થઈ.
મંગલછાયામાં જિનમંદિરનું શિલાન્યાસ કરી લેવાની પ્રેરણા થઈ. તે અનુસાર
રાજકોટના ડો. પ્રવીણભાઈ દોશી વગેરેએ સતત પરિશ્રમપૂર્વક ટૂંકા વખતમાં
શિલાન્યાસ માટે ઝડપી તૈયારી કરી. ગુરુદેવને વિનંતિ કરતાં તેમણે પણ અમરેલી
આવવાનું સ્વીકાર્યું. ગુરુદેવ તા. ૨૪ ની સવારમાં અમરેલી પધાર્યા. પૂ. બેનશ્રી–બેન
(ચંપાબેન શાંતાબેન) પણ આગલા દિવસે આવી ગયા હતા ને જિનમંદિરના સ્થાને
મંગલભક્તિ કરાવી હતી. અમરેલીના ટાવરની સામે જ જિનમંદિરની જગ્યા છે. ગુરુદેવ
પધારતાં સેંકડો મુમુક્ષુઓના ઉલ્લાસ અને ભક્તિના વાતાવરણ વચ્ચે જિનમંદિરના
શિલાન્યાસની વિધિ થઈ. બહારગામના સોએક મુમુક્ષુ ભાઈ–બહેનો ઉપરાંત સ્થાનિક
ઘણા મુમુક્ષુઓ પણ ઉપસ્થિત હતા. આ પ્રસંગે શિલાન્યાસની ખુશાલીમાં શેઠશ્રી
નરભેરામ હંસરાજ કામાણી તરફથી રૂા. પ૦૦૧/– પાંચહજારને એક જાહેર કરવામાં
આવ્યા હતા; કુલ એકવીસ હજારનું ફંડ થયું હતું. આ અગાઉ જિનમંદિર માટે લગભગ
રૂા. વીસ હજારની કિંમતનું મકાન ડો. પ્રવીણભાઈ દોશીએ અર્પણ કર્યું હતું તેમજ
કામાણી પરિવાર, ખારા–પરિવાર અને અન્ય મુમુક્ષુઓ તરફથી રૂા. બાવન હજાર
ઉપરાંતની રકમો જિનમંદિર માટે જાહેર થઈ હતી. એક નાનકડા બાળકે (જે
બાલવિભાગનો સભ્ય છે–તેણે પણ પોતાની નાની બચતમાંથી ૧૦૧/–રૂા. ઉત્સાહપૂર્વક
આપ્યા હતા.