Atmadharma magazine - Ank 319
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


PDF/HTML Page 25 of 54

background image
: વૈશાખ : ૨૪૯૬ આત્મધર્મ : ૨૩ :
તે મારા મહાન ભાગ્ય છે. સૌરાષ્ટ્રમાં ઘણે સ્થળે જિનમંદિરો થઈ ગયા પણ
અમરેલીમાં થયું ન હતું તેથી કેટલાકને મનમાં દુઃખ હતું પણ આજે હવે તે કામ શરૂ
થાય છે તે આનંદની વાત છે. જ્યારે જ્યારે હું મુંબઈથી દેશમાં આવું છું ત્યારે ત્યારે
પૂજ્ય મહારાજશ્રીના દર્શનનો લાભ લઉં છું; ને મારે ઘેરથી (શ્રી હેમકુંવરબેન)
સોનગઢ કાયમ મકાન લઈને દરવર્ષે ચાર છ માસ ત્યાં રહીને સત્સંગનો લાભ લ્યે
છે, તેથી અમારા પરિવારને પણ અવારનવાર ત્યાં આવવાનો લાભ મળે છે.
અમરેલીમાં ઘણા વખતથી જિનમંદિર કરવાની કેટલાકને ઊંડી ભાવના હતી તે
ગુરુદેવ પ્રતાપે આજે પૂરી થાય છે, તેમાં ખાસ કરીને ડો. પ્રવિણભાઈએ ઉદારતા
પૂર્વક તેમનું મકાન (વીસહજારની કિંમતનું) આપીને આ કામ સરળ બનાવી દીધું.
આવા કાર્યમાં પૈસાનો તૂટો પડતો નથી. હું રાજકોટ ગુરુદેવના દર્શને આવ્યો ને
શિલાન્યાસ માટે વાત થઈ, મેં હોંશથી સ્વીકાર કર્યો. આજે આ મંદિરનું શિલાન્યાસ
થતાં મને, મારા કુટુંબને તથા અમરેલીના સર્વે મુમુક્ષુઓને આનંદ થાય છે. તથા
આ પ્રસંગની ખુશાલીમાં અમારા તરફથી રૂા. પ૦૦૧/– (અગાઉ જાહેર કરેલા
પચીસ હજાર ઉપરાંત) અર્પણ કરવામાં આવે છે.
આ પ્રસંગે મંગલ પ્રવચનમાં ગુરુદેવે કહ્યું કે જેનાથી આત્માનું સુખ મળે ને
ચારગતિના દુઃખ ટળે તે મંગળ છે, દેહાદિ નાશવાન છે ને આત્મા અવિનાશી છે.
પુણ્ય–પાપ કે બહારની કીર્તિ વગેરે હું નથી, હું તો સ્ફટિક જેવો નિર્મળ શુદ્ધ
ચૈતન્યમૂર્તિ છું.– આ પ્રમાણે જ્ઞાનાનંદ સ્વરૂપ આત્માના શ્રદ્ધા–જ્ઞાનપૂર્વક જે નિર્મળ
ભાવ પ્રગટે તે મંગળ છે. જીવ અજ્ઞાનથી ચાર ગતિમાં દુઃખી છે; આત્માને
ઓળખીને તેના શરણે જતાં દુઃખ ટળે ને સુખ મળે તે અપૂર્વ મંગળ છે. તેના
નિમિત્તરૂપ જિનેન્દ્રભગવાનની પ્રતિષ્ઠા છે. ભગવાન જેવો પોતાનો આત્મા છે તેને
ઓળખીને શ્રદ્ધામાં–જ્ઞાનમાં સ્થાપવો તે ભગવાનની પરમાર્થ પ્રતિષ્ઠા છે, ને તે
મહાન મંગળ છે.
આમ મંગળપૂર્વક ઉલ્લાસથી અમરેલીમાં દિ. જિનમંદિરનું શિલાન્યાસ થયું. આ
મંગલ કાર્ય માટે અમરેલીના મુમુક્ષુઓને અભિનંદન!
[શિલાન્યાસ બાદ ગુરુદેવ પુન: સાવરકુંડલા પધાર્યા હતા; કેટલાક બહેનો
અમરેલીથી ઢસા (ગોપાલદાસ દરબારનું ગામ જ્યાં પૂ. શાન્તાબેનનો જન્મ થયેલ છે
તે) જોવા ગયા હતા.
]