જેવો સંસારનો પ્રેમ છે તેવો આત્માનો પ્રેમ
પ્રગટ કર, તો ભવનો અંત આવે
*
[વાંકાનેરથી પૂ. ગુરુદેવ ચૈત્રસુદ ૧૪ તથા ૧પના રોજ બે
દિવસ લાઠી શહેર પધાર્યા હતા. લાઠીનું રાજકુટુંબ પહેલેથી ગુરુદેવ
પ્રત્યે આદર ધરાવે છે. લાઠીના દરબારશ્રી કરુણરસના રાજકવિ
કલાપિના પ્રપૌત્ર ગુરુદેવના પ્રવચનમાં આવ્યા હતા. ગુરુદેવે લાઠી
મુમુક્ષુ મંડળને સ્વાધ્યાય વગેરેમાં રસ લેવા માટે પ્રેરણા આપી
દેહથી ભિન્ન જ્ઞાનસ્વરૂપ આત્મા કેવો છે તેની આ વાત છે. આસ્રવ એટલે કે
પુણ્ય–પાપમાં એકત્વબુદ્ધિરૂપ અજ્ઞાનભાવ તે જીવને દુઃખદાયક છે; પ્રભો! તે આસ્રવની
પ્રવૃત્તિથી આત્મા કેમ છૂટે? એટલે આત્માનું દુઃખ કેમ છૂટે? એમ શિષ્ય જિજ્ઞાસાથી પૂછે
છે. તેને આચાર્યદેવ આ સમયસારમાં આસ્રવોથી છૂટવાની રીત બતાવે છે. આસ્રવ અને
આત્મા ભિન્ન છે, એટલે કે ક્રોધ અને જ્ઞાન ભિન્ન છે–એવા ભેદજ્ઞાનવડે બંનેને જ્યારે
ભિન્નસ્વરૂપે ઓળખે છે ત્યારે જીવ જ્ઞાનમાં જ પોતાપણે વર્તે છે અને ક્રોધાદિ
પરભાવોને જુદા જાણીને તેનાથી તે નિવર્તે છે. આ રીતે ભેદજ્ઞાનવડે આત્મા આસ્રવોથી
છૂટે છે ને તેને સંવરધર્મ પ્રગટે છે.
હું આત્મા પોતે કોણ છું? તેને ઓળખવાની મહેનત જીવે કદી કરી નથી. પોતે
પોતાને ભૂલીને હું દેશનું કંઈક કરી દઉં, હું નાતનું કે કુટુંબનું–ગામનું કાંઈક કરી દઉં એવી
મિથ્યાબુદ્ધિથી ચારગતિના વંટોળિયામાં ચડયો છે,–ઘડીકમાં આ ગતિમાં ને ઘડીકમાં
બીજી ગતિમાં, એમ સ્વર્ગ–નરકના અનંત અવતાર જીવે કર્યા પણ આત્માના જ્ઞાન વગર
ક્્યાંય જરાય શાંતિ ન પામ્યો. હવે અહીં તો જે જીવ આવા દુઃખ અને ભવભ્રમણથી
છૂટવા માટે પ્રશ્ન પૂછે છે એવા જીવની વાત છે. તે જીવને એટલું તો લક્ષ થયું છે કે આ
શુભાશુભ–આસ્રવભાવોમાં મને શાંતિ નથી એટલે તે છોડવા જેવો તો છે જ. રાગ
વગરનું મારું સ્વરૂપ સમજ્યા વગર હું સંસારમાં દુઃખી થયો, પાપ કરીને તો દુઃખી થયો,
ને પુણ્ય કરીને પણ દુઃખી જ થયો. તે બંનેથી પાર મારું ચિદાનંદ સ્વરૂપ હું જાણું તો મને
સુખ પ્રગટે ને દુઃખ ટળે.
(અનુસંધાન પૃ. ૩૩ ઉપર)