: વૈશાખ : ૨૪૯૬ આત્મધર્મ : ૩૫ :
૪. તીર્થંકર ભગવાન એકલા મોક્ષ નહીં જાય, સાથે અસંખ્યાત જીવોને પણ
મોક્ષમાં લઈ જશે.
પ. સ્વર્ગના આ મંગલ ઘંટા એની મેળે વાગી રહ્યા છે ને વિશ્વને બોલાવી રહ્યા
છે કે અહો જીવો! આ તીર્થંકર ભગવાનનો જન્મોત્સવ જોવા આવો.
૬. તીર્થંકરના અલૌકિક મહિમાના ચિંતનથી ઘણા જીવો તો સમ્યગ્દર્શન પણ
પામી જાય છે.
૭. અહા, ધન્ય છે એ જગતજનેતા મરૂદેવી માતા...કે જેમની ગોદમાં તીર્થંકર
ભગવાન બિરાજે છે.
૮. જેની મુદ્રા જોતાં આત્મસ્વરૂપ લખાય છે રે...
૯. ‘
शुद्धोसि बुद्धोसि’ ...કહીને મરૂદેવી માતા એનું પારણું ઝુલાવશે.
૧૦. ઋષભકુમાર મોટા થઈને મુનિ થશે ને ભરતક્ષેત્રમાં ધર્મતીર્થ વર્તાવશે.
૧૧. ભગવાન તો મોક્ષગામી, ને તેમના બધા પુત્રો પણ મોક્ષગામી ચરમશરીરી
છે.
૧૨. કલ્પવૃક્ષ જ્યારે સુકાયા ત્યારે ઋષભદેવે પોતે જ કલ્પવૃક્ષનું કામ કર્યું.
૧૩. ભગવાને જગતને આત્મવિદ્યા શીખવી.
૧૪. તીર્થંકરના અવતારની વાત સાંભળતાં હૃદયમાં આનંદનો સાગર ઊછળે છે.
૧૫. પ્રભો, આ આંખથી આપને દેખતાં પણ હર્ષ થાય છે, તો જ્ઞાનચક્ષુથી
આપને દેખતાં જે પરમ આનંદ થાય તેની શી વાત?
૧૬. ચાલો રે ચાલો, ભગવાનના જન્મનો મહાન ઉત્સવ કરવા આપણે અયોધ્યા
નગરીમાં જઈએ. સ્વર્ગનો દિવ્ય ઠાઠમાઠ અને ઐરાવત લઈને આનંદથી પ્રભુનો
જન્મોત્સવ ઉજવીએ.
ઈન્દ્રોની સાથે ઈન્દ્રાણીઓએ પણ પ્રભુના જન્મોત્સવમાં પોતાનો આનંદ પ્રગટ
કરીને પોતાની ભક્તિ વ્યક્ત કરી.
૧. (શચી ઈન્દ્રાણી કહે છે–) અહા, નાનકડા તીર્થંકર કુમારને તેડીને મારા આ
બે હાથ આજે પાવન થશે...મારું જીવન આજ ધન્ય બનશે!