: ૩૪ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૬
ભાવનગર––મહોત્સવ સમાચાર * (પૃ. ૮ થી ચાલુ)
શુદ્ધઆત્માકા અનુભવ કરના યહી શ્રેષ્ઠ કાર્ય હૈ.
પોતામાં આનંદનો અનુભવ થાય, અને મોક્ષના ભણકાર વાગે.
જિસકી પાસ જ્ઞાનચેતના હૈ, વહ ધન્ય હૈ, ઉનકો હમારા નમસ્કાર હૈ।
(૯) ઋષભદેવ ભગવાનકા આદેશ કયા હૈ?
ઋષભ કહે છે રે જીવો...કરજો આતમજ્ઞાન,
આતમજ્ઞાનથી પામશો...તમે પદવી મોક્ષ મહાન.
આ પ્રમાણે માતાજીનો સમય દેવીઓ સાથે ધર્મચર્ચા સહિત આનંદપૂર્વક વીતી
રહ્યો છે.
(ચૈ. વ. ૧૩) પ્રવચન બાદ સાંજે ૧૦૮ કલશોની જલયાત્રા નીકળી હતી. રાત્રે
ભક્તિગીતનો કાર્યક્રમ હતો.
ચૈત્ર વદ ૧૪ ની વહેલી સવારમાં ઈન્દ્રના દરબારમાં એકાએક તીર્થંકરજન્મસૂચક
મંગલ ચિહ્નો પ્રગટ્યા, ઈન્દ્રાસન કંપાયમાન થયું ને ભગવાન ઋષભદેવનો જન્મ થવાનું
જાણીને ઈન્દ્રે બાલતીર્થંકરને નમસ્કાર કર્યા; ઈન્દ્રે તેમજ ઈન્દ્રાણીઓએ નીચેના શબ્દોથી
પોતાનો હર્ષ–આનંદ અને ભક્તિ વ્યક્ત કર્યા:–
૧. અહો, ભરતક્ષેત્રની અયોધ્યા નગરીમાં આજે તીર્થંકર ભગવાનનો અવતાર
થયો છે. ભગવાન ઋષભદેવ આ ભરતક્ષેત્રમાં મોક્ષના દરવાજા ખોલશે. ધન્ય એમનો
અવતાર! તેમનો અવતાર આખા વિશ્વને માટે આનંદકારી છે.
૨. આકાશમાંથી જાણે આનંદના ફૂલ વરસી રહ્યા છે.
૩. અહા, દશ દશ ભવથી શરૂ કરેલી આત્મસાધના ભગવાન આ ભવમાં પૂરી
કરશે, ને પરમાત્મા થઈને મોક્ષ પધારશે.