Atmadharma magazine - Ank 319
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


PDF/HTML Page 39 of 54

background image
: વૈશાખ : ૨૪૯૬ આત્મધર્મ : ૩૭ :
અસંખ્ય પ્રદેશે જાણે ધર્મના અંકુરા ફૂટી રહ્યા છે, એવો મહાન આનંદ થાય છે. આખી
અયોધ્યાનગરીમાં પ્રભુના જન્મનો આનંદોત્સવ મનાવો.
–આમ સર્વત્ર આનંદ–મંગલ છવાઈ રહ્યો છે...મંગલ વાજાં વાગી રહ્યા છે,
પુષ્પવૃષ્ટિ–રત્નવૃષ્ટિ થઈ રહી છે...હજારો નગરજનો જન્મોત્સવ જોવા ઉમંગભેર આવી
રહ્યા છે. આપણે પણ એ આનંદમાં ભાગ લઈએ. અહા, રાજદરબારમાં દેવાંગનાઓ
આનંદથી મંગલ–નૃત્ય કરતી કરતી પ્રભુગુણ ગાઈ રહી છે. ઐરાવત પર ઈન્દ્ર–શચી
અયોધ્યા આવી પહોંચ્યા...ઈન્દ્રાણીએ માતાજી પાસે જઈ બાલ તીર્થંકરને પોતાની ગોદમાં
તેડીને કૃતાર્થતા અનુભવી ને પછી તે ઈન્દ્રને સોંપ્યા...જન્માભિષેક માટે પ્રભુજીની
સવારી મેરુ પર્વત તરફ ચાલી. અહા, શી અદ્ભુત એની શોભા! ઐરાવત પર તીર્થંકર
ઋષભકુમારને દેખી દેખીને જનતા આશ્ચર્ય અનુભવતી હતી. ભાવનગરની જનતા તો
મુગ્ધ બની ગઈ હતી કે અરે, આપણી આ ભાવેણી નગરી આજે એકાએક અયોધ્યા
ક્યાંથી બની ગઈ! નગરજનોના કહેવા પ્રમાણે ભગવાનની પ્રતિષ્ઠાનો આવો
પંચકલ્યાણક મહોત્સવ ભાવનગરના આંગણે અઢીસો વર્ષે ઉજવાઈ રહ્યો છે. પ્રભુજીની
જન્માભિષેકની સવારીમાં ત્રણ હાથી ઉપરાંત કેટલોય ઠાઠમાઠ વૈભવ હતો. નગરજનોને
આશ્ચર્ય પમાડતી–પમાડતી, અને તીર્થંકરના અદ્ભુત ધર્મવૈભવને પ્રગટ કરતી–કરતી
પ્રભુજીની સવારી મેરૂપર્વતે (ગંગાજળીયા તળાવની મધ્યમાં) આવી પહોંચી. ઈન્દ્રોએ
મેરુની ત્રણ પ્રદક્ષિણા કરી...ને મેરુ ઉપર ઋષભતીર્થંકરનો જન્માભિષેક શરૂ કર્યો.
પ્રભુજીના જન્માભિષેકનું ગૌરવ પોતાને મળવાથી એ મેરુ પર્વત મધ્યલોકમાં સૌથી
ઊંચો બની ગયો.
હજારો મનુષ્યો આનંદપૂર્વક જિનેન્દ્રદેવનો જન્માભિષેક નીહાળી રહ્યા હતા.
ભગવાનના આત્માએ જન્મ પૂરા કરી લીધા, જન્મરહિત થઈ ગયા, ને જગતને
જન્મમરણ રહિત થવાનો વીતરાગમાર્ગ ઉપદેશ્યો...એવા પ્રભુને દેખીને ભક્તોને
મુક્તિમાર્ગની પ્રેરણા જાગતી હતી. જન્માભિષેક પછી ઈન્દ્રો બાલતીર્થંકરને પુન:
અયોધ્યા લાવ્યા, અને માતા–પિતાને પુત્ર સોંપીને આનંદથી તાંડવનૃત્ય કર્યું. અનેક
ભક્તો પણ આનંદથી નાચી ઊઠયા. ધન્ય તીર્થંકર–અવતાર! ધન્ય એના ભક્તો!
બપોરે બાલતીર્થંકર ઋષભકુમારને માતાજી તથા ઈન્દ્રાણીઓ પારણામાં ઝુલાવતી
હતી. રાત્રે ઋષભકુમારની રાજસભાનું દ્રશ્ય થયું હતું.
(ચૈ. વદ અમાસ) આજે પ્રભુના વૈરાગ્યનો અને દીક્ષા કલ્યાણકનો દિવસ હતો;
અને એકાએક વૈરાગ્ય પમાડે એવો બનાવ બની ગયો. આગલી રાતે ઝગઝગાટ કરતો