: ૩૮ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૬
મંડપ...સવારમાં જુઓ તો ભસ્મીભૂત! આવો ક્ષણભંગુર સંસાર! ફાગણ વદ નોમે
જ્યારે પ્રભુના જન્મોત્સવ નિમિત્તે દેવદેવીઓ ભક્તિ અને નૃત્ય કરી રહ્યા હતા ત્યારે
નીલંજસા દેવીનું આયુષ્ય એકાએક પૂરું થયું, ને એ ક્ષણભંગુરતા દેખીને ભગવાન
સંસારથી વિરક્ત થયા.
નીલંજસા દેવીના મરણથી સંસારની ક્ષણભંગુરતા ઋષભદેવે દિવ્યજ્ઞાન વડે દેખી
લીધી, અને સંસારથી વિરક્ત થયા; એ ક્ષણભંગુરતા તો ઋષભદેવે જ દેખી, જ્યારે અહીં
પ્રભુના વૈરાગ્ય પ્રસંગે તો સૌને નજરે દેખાય એવો ક્ષણભંગુરતાનો બનાવ બની ગયો...
રાતે ઝગમગતો દેખેલો આખો મંડપ સવાર પહેલાં તો ક્ષણભરમાં વિલીન થઈ ગયો
અને અનિત્યતાએ પોતાનું સ્વરૂપ જગત સમક્ષ ખુલ્લું કર્યું. આવી અનિત્યતા દેખીને
ભગવાન ઋષભદેવ સંસારમાં કેમ રહે? તરત ભગવાન સંસારથી વિરક્ત થઈને બાર
વૈરાગ્ય ભાવના ભાવવા લાગ્યા ને દીક્ષા માટે તૈયાર થયા. તરત લૌકાંતિક દેવોએ
આવીને સ્તુતિપૂર્વક વૈરાગ્યનું અનુમોદન કરતાં કહ્યું –
(૧) હે પ્રભો! આત્માની અનુભૂતિના બળે આ સંસારથી આપ વિરક્ત થયા
છો, ને સાક્ષાત્ મોક્ષમાર્ગ માટે આપ તૈયાર થયા છો; તે માટે આપ જે વૈરાગ્ય–
ભાવનાઓ ભાવી રહ્યા છો તેમાં અમારી અનુમોદના છે.
(૨) લક્ષ્મી શરીર સુખદુઃખ અથવા શું, મિત્ર જનો અરે;
જીવને નથી કંઈ ધ્રુવ, ધ્રુવ ઉપયોગઆત્મક જીવ છે.
– આવા ધ્રુવસ્વભાવની ભાવના વડે હે પ્રભો! આપ શીઘ્ર કેવળજ્ઞાન પામો ને
દિવ્યધ્વનિ વડે મોક્ષના દરવાજા ખુલ્લા કરો.
(૩) પ્રભો! આપ જે વૈરાગ્યભાવના ભાવી રહ્યા છો તેને શીઘ્ર અમલમાં મુકો;
ને દીક્ષા લઈને, આ ભરતક્ષેત્રમાં અસંખ્ય વર્ષથી બંધ રહેલો મુનિમાર્ગ ખુલ્લો કરો.
(૪) વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તો જલના તરંગ,
પુરંદરી ચાપ અનંગ રંગ, શું રાચીએ જ્યાં ક્ષણનો પ્રસંગ.
(૫) હે આદિનાથ દેવ! હમ લૌકાંતિકદેવ અન્ય કિસી કલ્યાણકમેં નહીં આતે,
માત્ર આપકે દીક્ષાકલ્યાણક કે પ્રસંગ પર આપકે વૈરાગ્યકી અનુમોદના કરનેકો આતે હૈ।
આત્મજ્ઞાનીકો હી સચ્ચા વૈરાગ્ય હોતા હૈ ઔર વહી સંસારમેં શરણ હૈ।
(૬) અધ્રુવ, અશરણ, સંસાર, એકત્વ, અશુચી, આસ્રવ, સંવર, નિર્જરા,
લોકભાવના