અને પ્રભુજી એ બાર ભાવનાઓમાં ઝુલી રહ્યા છે.
છે આપનો અવતાર!
મોટી ભવ્ય યાત્રા નીકળી હતી, પ્રભુના વૈરાગ્ય પ્રસંગની આવી ભવ્ય યાત્રા દેખીને સૌ
આનંદિત થતા હતા. દીક્ષાકલ્યાણક વિધિ વલ્લભ બાગમાં વડવૃક્ષની છાયા નીચે થઈ
હતી. વનના ઉપશાંત વાતાવરણ વચ્ચે આત્મધ્યાનમાં લીન મુનિરાજ ચારજ્ઞાન સહિત
શોભતા હતા. ત્યાર બાદ દીક્ષાપ્રસંગને ઉચિત પ્રવચન થયું હતું તેમાં મુનિદશાનો પરમ
મહિમા સમજાવીને તેની ભાવના ભાવી હતી. આજનું દીક્ષાદિવસનું વાતાવરણ ખૂબ જ
વૈરાગ્યમય હતું. મંડપના ઉપશાંત વાતાવરણ વચ્ચે વેદી પર બિરાજમાન જિનેન્દ્ર
ભગવંતો પર અંકન્યાસવિધિ ગુરુદેવના સુહસ્તે થઈ. કુલ ૧૦ જિનબિંબો હતા–જેમાં
અમરેલીના બે તથા ગઢડાના એક હતા. બપોરે નવા મંડપમાં પ્રવચન બાદ જિનમંદિર–
વેદી–કળશ શુદ્ધિ થઈ હતી. રાત્રે ભક્તિ–ભજનનો કાર્યક્રમ હતો.
પ્રસંગ શ્રેયાંસકુમારને ત્યાં ઋષભમુનિરાજના આહારનો બન્યો. ઈક્ષુરસના દાનને કારણે,
અને તેના અક્ષય ફળને કારણે આહારદાનનો એ દિવસ (વૈશાખ સુદ ત્રીજ) અક્ષય
ત્રીજ તરીકે જગપ્રસિદ્ધ બન્યો. અહીં આહારદાનનો લાભ કુચામનવાળા ભાઈશ્રી
હીરાલાલજીને અને તેમના પરિવારને મળ્યો હતો. હજારો ભક્તો એ આહારદાનમાં
અનુમોદના કરી રહ્યા હતા. બપોરે ભગવાનને કેવળજ્ઞાન થતાં ઈન્દ્રોએ સમવસરણની
રચના કરીને કેવળજ્ઞાન પૂજન કર્યું હતું. રાત્રે દોહરા–ભજનનો કાર્યક્રમ હતો.