Atmadharma magazine - Ank 319
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


PDF/HTML Page 42 of 54

background image
: ૪૦ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૬
વિશેષ ઉલ્લાસ હતો. કહાનગુરુની આજે ૮૧ મી જન્મજયંતી હતી. સવારમાં ઊઠતાંવેંત
ગુરુદેવે અવિનાશી આતમરામ યાદ કર્યા. જન્મવધાઈની ખુશાલીમાં હજારો ભક્તોની
મંગલ પ્રભાતફેરી જિનમંદિરેથી શરૂ થઈને આદિનાથનગર આવી પહોંચી. ગુરુદેવ પણ
ત્યાં પધાર્યા ને હાથીએ માળા અર્પણ કરીને સ્વાગત કર્યું. મંડપની સન્મુખ ૮૧ દીવડાનો
સ્તંભ ઝગઝગતો હતો...પગલે પગલે પુષ્પવૃષ્ટિ થતી હતી...અનેરો ઉમંગ, જયજયકાર
અને વાજિંત્રના ઝણઝણાટ વચ્ચે ગુરુદેવની જન્મવધાઈના અભિનંદન શરૂ થયા...
બેસુમાર ભીડ વચ્ચે માંડમાંડ મારગ કરીને ભક્તો શ્રીફળ અર્પણ કરતા. હજારો
શ્રીફળનો ગંજ થઈ ગયો. પૂ. બેનશ્રી–બેને પણ ઉત્તમ ભાવથી મંગલવધાઈ ગવડાવી.
આનંદપૂર્વક શ્રી જિનેન્દ્રદેવનું મહાન પૂજન થયું. મંગલપ્રવચન પછી ભાઈશ્રી
હિંમતભાઈ, તેમજ માનનીય પ્રમુખશ્રી વગેરેએ સમાજ તરફથી ગુરુદેવ પ્રત્યે અભિનંદન
અંજલિ વ્યક્ત કરી હતી, તથા ૮૧ રૂા. ની રકમો જાહેર કરવામાં આવી હતી. ઠેરઠેરથી
અભિનંદન સંદેશાઓના તાર સેંકડોની સંખ્યામાં આવ્યા હતા. નવા મંડપમાં પણ
પવનથી તકલીફ ઊભી થતાં આજે બપોરનું પ્રવચન ટાઉનહોલમાં રાખવામાં આવ્યું હતું.
ભાવનગરના મહારાજા શ્રી વીરભદ્રસિંહજી પણ પ્રવચનમાં આવ્યા હતા ને આખું
પ્રવચન પ્રેમપૂર્વક સાંભળીને પ્રસન્નતા વ્યક્ત કરી હતી. ભાવનગરશહેરની જનતા પણ
હજારોની સંખ્યામાં ઉત્સાહથી લાભ લેતી હતી. ઠેરઠેર ઉત્સવની જ ચર્ચાઓ ચાલતી
હતી; ને દિગંબર જૈનધર્મની ખૂબ પ્રસિદ્ધિ થઈ હતી. સમગ્ર જૈનસમાજે ઉત્સવમાં સારો
સાથ આપ્યો હતો, ને ભાવનગરના ઉત્સવનું ઉલ્લાસભર્યું વાતાવરણ મુંબઈ
અમદાવાદના ઉત્સવોને યાદ કરાવતું હતું. મુમુક્ષુમંડળના ભાઈ–બહેનોએ ઉત્સવની
સફળતા માટે તન–મન–ધનથી ખૂબ મહેનત કરી હતી. એ માટે મુમુક્ષુમંડળ તેમજ તેના
પ્રમુખશ્રી હિંમતલાલભાઈ ધન્યવાદને પાત્ર છે. સાથે સાથે ભાવનગરનો જૈનસમાજ
તેમજ જનતા પણ ધન્યવાદને પાત્ર છે.
વૈશાખ સુદ બીજની રાત્રે કહાનકુંવરના જન્મથી માંડીને ભાવનગરમાં ૮૧મી
જન્મજયંતી સુધીના મુખ્ય પ્રસંગોનું સુંદર સંકલન નાટક અને કાવ્ય રૂપે રજુ કરવામાં
આવ્યું હતું. રજુ કરનાર હતા–મલાડના ઉત્સાહી ભાઈશ્રી કાન્તિલાલ ગો. શાહ અને
તેમની મંડળી. પ્રસંગોની રજુઆત ઘણી સરસ હતી. આ રીતે વૈશાખ સુદ બીજ
આનંદથી ઉજવાઈ હતી.
વૈશાખ સુદ ત્રીજ (અક્ષયત્રીજ)–સવારમાં કૈલાસગિરિ પર્વત ઉપર નિર્વાણ–
કલ્યાણક (પોષ વદ ૧૪–શાસ્ત્રીય માહ વદ ૧૪ ના રોજ) નું દ્રશ્ય થયું, એટલે