: ર : આત્મધર્મ : વૈશાખ : ર૪૯૬
છે. સમયસારમાં અલૌકિકભાવો ભર્યા છે. કુંદકુદ આચાર્યદેવે પણ वंदित्तु सव्वसिद्धे
કહીને અપૂર્વ ભાવે સમયસાર શરૂ કર્યું ને નિર્વિઘ્નપણે ૪૧પ ગાથા દ્વારા તેની રચના
પૂરી થઈ ગઈ, તે મહાન અપ્રતિહત મંગળ છે.
મંગળિકમાં આચાર્યદેવે શુદ્ધ આત્માને નમસ્કાર કર્યા; સમયસાર એટલે
શુદ્ધઆત્મા તે ભાવરૂપ છે, સત્તારૂપ છે; એ રીતે ભાવરૂપ વસ્તુ, ચિત્સ્વભાવ તેનો ગુણ,
અને સ્વાનુભૂતિરૂપ પર્યાય,–આવા શુદ્ધ દ્રવ્ય–ગુણ–પર્યાયસ્વરૂપ સમયસારને નમસ્કાર
હો.
સમયસારમાં હું નમું છું–તેમાં ઢળું છું, તેમાં અંતર્મુખ થાઉં છું આવો ભાવ તે
અપૂર્વ અપ્રતિહત મંગળ છે. અપ્રતિહતભાવે અંર્તસ્વરૂપમાં વળ્યા. હવે અમારી
પરિણતિ બીજા કોઈ ભાવમાં નમવાની નથી.
અનંત જ્ઞાન–આનંદ સ્વભાવથી પરિપૂર્ણ આત્મા પોતાના સ્વાનુભવરૂપ નિર્દોષ
વીતરાગી પર્યાય વડે પ્રસિદ્ધ થાય છે, ને તે નિર્મળ પરિણતિમાં રાગાદિ અશુદ્ધતાનો
અભાવ છે. આમ અંતરના આનંદ સહિત સ્વરૂપને પ્રસિદ્ધ કરીને અપૂર્વ મંગળ કર્યું છે.
*
સોનગઢમાં –
વૈશાખ સુદ ચોથે પૂ. ગુરુદેવ સોનગઢ પધાર્યા ને સોનગઢનું વાતાવરણ
અધ્યાત્મના ગૂંજારવથી પુન: પ્રફુલ્લિત બન્યું. સોનગઢની જનતામાં નવું ચેતન
આવ્યું... બજારો જાગૃત થઈ ગઈ...સવારે સમયસાર ગા. ર૭ર થી અને બપોરે
પંચાસ્તિકાય ગા. ૬ર થી પ્રવચનો શરૂ થયા. સવાર–સાંજ શિક્ષણવર્ગ પણ ચાલી
વગેરેથી આખોય દિવસ ભરચક કાર્યક્રમ ચાલે છે ને દેશભરના જિજ્ઞાસુઓ
આનંદથી લાભ લ્યે છે. વૈશાખ સુદ પાંચમે નવી જૈન બાળપોથી (ભાગ બીજો) નું
પ્રકાશન માનનીય પ્રમુખશ્રીના હસ્તે ગુરુદેવને અર્પણ કરીને થયું હતું. છેલ્લા ત્રણ
માસથી પ્રવાસમાં પહેલેથી છેલ્લે સુધી ગુરુદેવ સાથે જ રહેલ, તે દરમિયાન બીજી
પ્રવૃત્તિઓ મુલતવી રાખેલ; તેથી પ્રવાસ દરમિયાન અનેક જિજ્ઞાસુઓના જે સેંકડો
પત્રો મળ્યા છે તેમને કોઈ ઉત્તર આપી શકાયા નથી; હવે થોડા દિવસમાં તે બધા
પત્રોની યોગ્ય વ્યવસ્થા થઈ જશે.
– સંપાદક.