પ્યારો પ્યારો લાગે જૈનધર્મ મારો રે...૧.
ઋષભ થયા વીર થયા, ધર્મ મારો રે,
બલવાન બાહુબલી સેવે, ધર્મ મારો રે...૨.
ભરત થયા, રામ થયા, ધર્મ મારો રે,
કુંદકુંદ જેવા સંત થયા ધર્મ મારો રે...૩.
સીતા–ચંદના–અંજના થયા ધર્મ મારો રે,
બ્રાહ્મી–રાજુલ–માત શોભાવે ધર્મ મારો રે...૪.
સિંહ સેવે વાઘ સેવે ધર્મ મારો રે,
હાથી વાનર સર્પ સેવે ધર્મ મારો રે...પ.
આત્માનું જ્ઞાન આપે ધર્મ મારો રે,
રત્નત્રયનાં દાન આપે ધર્મ મારો રે...૬.
સમકિત જેનું મૂળ છે એ ધર્મ મારો રે,
મને સુખ આપે મોક્ષ આપે ધર્મ મારો રે...૭.
ધર્મ મારો ધર્મ મારો ધર્મ મારો રે,
પ્યારો લાગે વ્હાલો લાગે ધર્મ મારો રે...૮.