પાસેના એ. વી. સ્કુલ મેદાનમાં આદિનાથ નગરથી માંડીને સ્ટેશન સુધી હર્ષભેર
ભક્તજનોનાં ટોળાં ચાલ્યા જાય છે. ભાવનગરના આંગણે શ્રી જિનેન્દ્ર ભગવાનની
પ્રતિષ્ઠાનો પંચકલ્યાણક મહોત્સવ ઉજવવા પૂ. શ્રી કહાનગુરુ પધારી રહ્યા છે. તેમના
ભવ્ય સ્વાગતની તૈયારી ચાલી રહી છે.
અને ઉલ્લાસભર્યું ભવ્ય સ્વાગત થયું. સ્વાગતમાં મોખરે રત્નત્રયનો ઝંડો ફરકાવતા
ત્રણ હાથી હતા; અને મંગલ કળશ સહિત ૮૧ કુમારિકાઓ વગેરેથી શોભતું સ્વાગત–
સરઘસ દેખીને નગરજનો આશ્ચર્ય અનુભવતા હતા.
મંગલ–પ્રવચનમાં ગુરુદેવે કહ્યું કે–આ માંગળિક થાય છે. આનંદસ્વરૂપ ભગવાન આત્મા
છે તેને સ્પર્શીને જે અતીન્દ્રિય આનંદનો અનુભવ થાય તે મંગળ છે. આત્મા પરિપૂર્ણ
જ્ઞાન–આનંદ સ્વભાવી છે, સર્વ જીવો જ્ઞાનમય સિદ્ધસમાન છે; કોઈ જીવ અધૂરો નથી કે
બીજો તેને આપે. આવો આત્મા તેનું ભાન કરતાં જે સમ્યક્ બીજ ઊગી તે વધીને
કેવળજ્ઞાન અને પરમાત્મદશારૂપી પૂર્ણિમા થશે. તે મહાન મંગળ છે. આ આત્માને
પરમેશ્વર કેમ બનાવવો તેની આ વાત છે.
આનંદનું વેદન થાય ને મોહ ટળે તે અપૂર્વ મંગળ છે.