હરગોવિંદદાસના સુહસ્તે જૈન ઝંડારોપણ થયું; તથા ભાઈ શ્રી હીરાલાલ ચુનીલાલ
ભાયાણીએ શ્રી જિનેન્દ્રભગવાનને વેદીમંડપમાં બિરાજમાન કર્યા. પંચપરમેષ્ઠી
ભગવંતોનું મંગલ પૂજન પ્રારંભ થયું. ઈન્દ્રો દ્વારા મૃત્તિકાનયન તથા અંકુરારોપણ વિધિ
પણ થઈ.–આનંદઉલ્લાસભરેલા વાતાવરણ વચ્ચે જિનેન્દ્ર ભગવાનના પંચકલ્યાણકનો
મહોત્સવ શરૂ થયો.
અવશેષો આજે પણ નજરે પડે છે, બે હજાર વર્ષથી પ્રાચીન વીતરાગ જિનબિંબો ત્યાં
બિરાજે છે; બીજી બાજુ નજીકમાંજ સિદ્ધક્ષેત્ર શત્રુંજય; અને ત્રીજી બાજુ સોનગઢ જેવું
અધ્યાત્મધામ–આવા ભાવનગર શહેરમાં જૈન સમાજની સંખ્યા વીસ હજાર જેટલી છે,
ને શ્વેતાંબર–દિગંબર બંને સમાજ વચ્ચે પરસ્પર પ્રેમભર્યું વાતાવરણ છે. અહીંના મુમુક્ષુ
મંડળને એક ભવ્ય દિગંબર જિનમંદિર બંધાવવાની ઘણા વખતથી ભાવના હતી; તે
અનુસાર ગાંધીસ્મૃતિ પાસે માણેકવાડીના ચોકમાં બે લાખ રૂા. ના ખર્ચે વિશાળ રમણીય
જિનમંદિર તૈયાર થયું, અને તેમાં જિનેન્દ્ર ભગવાનની પ્રતિષ્ઠાનો ભવ્ય પંચકલ્યાણક
મહોત્સવ થયો. આખી નગરીમાં આનંદમય વાતાવરણ છવાઈ ગયું.
સ્થાપનાનું સૌભાગ્ય ખૈરાગઢવાળા શેઠશ્રી ખેમરાજજી હંસરાજજી તથા સૌ. ધૂલિબહેનને
મળ્યું હતું. ૧૬ ઈન્દ્ર–ઈન્દ્રાણીની તથા કુબેરની સ્થાપના થઈ હતી. તેમાં સૌધર્મેન્દ્રની
સ્થાપનાનું ભાગ્ય શશીકાન્તભાઈને મળ્યું હતું. પ્રવચન બાદ ઈન્દ્રોનું સરઘસ
ઠાઠમાઠપૂર્વક નગરીમાં ફરીને જિનેન્દ્રપૂજન માટે આવ્યું હતું. બપોરે ઈન્દ્રો દ્વારા
યાગમંડલ પૂજન થયું હતું, આ મહાનપૂજનમાં પંચપરમેષ્ઠી, ત્રણ ચોવીસીના તીર્થંકરો,
વીસ વિહરમાન તીર્થંકરો, ૩૬ ગુણયુક્ત આચાર્ય, રપ ગુણયુક્ત ઉપાધ્યાય, ર૮
મૂળગુણયુક્ત સાધુ, કેવળજ્ઞાનાદિ ૪૮ ઋદ્ધિસંપન્ન મુનિવરો; જિનવાણી, જિનાલય,
જિનબિંબ, જિનધર્મ –તે સર્વેનું પૂજન કરવામાં આવે છે.