Atmadharma magazine - Ank 321
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 40

background image
અષાડ : ૨૪૯૬ આત્મધર્મ : ૯ :
વીતરાગી ન્યાયાલયનો ચુકાદો
જેમ ન્યાયાલયમાં કોણ અપરાધી ને કોણ નિર્દોષ તે
નક્કી થાય છે, તેમાં અપરાધીને જેલ મળે છે, ને નિર્દોષ
હોય તે છૂટી જાય છે, તેમ અહીં વીતરાગી–ન્યાયાલયમાં
ભેદજ્ઞાન વડે તૂલના થાય છે કે ક્યો જીવ અપરાધી છે? ને
ક્યો જીવ નિર્દોષ છે. તેમાં અપરાધીજીવ સંસારની જેલમાં
બંધાય છે, નિરપરાધી જીવ આનંદમય મુક્તિ પામે છે. જેઓ
સંસારજેલમાંથી છૂટવા ચાહતા હોય ને આનંદમય મુક્તિને
પ્રાપ્ત કરવા ચાહતા હોય તેઓ અપરાધ અને નિરપરાધ
બંનેનું સ્વરૂપ ઓળખીને રાગના સેવનરૂપ અપરાધને
છોડો.....ને શુદ્ધાત્માના આરાધન વડે નિરપરાધ થઈને
મોક્ષને સાધો.
(સમયસાર ગા. ૩૦૧ થી ૩૦પ)
* સંસારરૂપી જેલમાં કોણ બંધાય છે?
જે જીવ અપરાધી હોય તે.
* અપરાધી કોણ છે?
જે જીવ પારકી વસ્તુને ગ્રહણ કરીને પોતાની માને છે તે અપરાધી છે.
* તે અજ્ઞાની શું અપરાધ કરે છે?
પોતાનો આત્મા તો શુદ્ધ ચૈતન્યમાત્ર વસ્તુ છે, ચૈતન્યભાવ તે જ પોતાનો
છે, તેને બદલે ચૈતન્યથી અન્ય એવા રાગાદિ પારકા ભાવોને તથા પર
વસ્તુઓને ગ્રહણ કરીને તેને પોતાનાં માની રહ્યો છે–તે પરદ્રવ્યના
ગ્રહણરૂપ અપરાધ છે.
* તે અપરાધી શું કરે છે?
તે જીવ પોતાના શુદ્ધઆત્માનું સેવન છોડીને; અજ્ઞાનથી રાગાદિરૂપે જ પોતાને