Atmadharma magazine - Ank 321
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 40

background image
અષાડ : ૨૪૯૬ આત્મધર્મ : ૧૧:
* રાગના સેવન વડે નિરપરાધપણું થાય ખરૂં? એટલે કે મુક્તિ થાય ખરી?
ના, રાગ પોતે અપરાધ છે, બંધભાવ છે, તેના સેવન વડે નિરપરાધપણું કે
મુક્તિ ન થાય. રાગના સેવનથી લાભ માનવો એ તો મોટો અપરાધ છે.
* શુભરાગ વડે અપરાધ ઘટે તો ખરોને?
અશુભના પાપની અપેક્ષાએ શુભરાગમાં અપરાધ ઘટ્યો એમ વ્યવહારથી
ભલે કહેવાય, પણ ખરેખર રાગથી જુદાપણે આત્માને શુદ્ધ અનુભવે ત્યારે જ
શુભરાગમાં અપરાધ ઘટ્યો કહેવાય છે, બાકી જે રાગરૂપ અપરાધને જ
પોતાનું સ્વરૂપ માની રહ્યો છે તેને અપરાધ ઘટ્યો કેમ કહેવાય?
નિરપરાધસ્વરૂપના લક્ષે જેટલો રાગ ઘટ્યો તેટલો અપરાધ ઘટયો.
* કોના સેવનથી મુક્તિ થાય?
શુદ્ધઆત્માની સિદ્ધિ જેનું લક્ષણ છે તે આરાધના છે, અને તે જ નિરપરાધપણું
છે, તેનાથી મુક્તિ પમાય છે. આ રીતે રાગરહિત એવા શુદ્ધાત્માના જ સેવનથી
મુક્તિ થાય છે.
* આરાધકજીવ સદાય કેવો વર્તે છે?
તે નિઃશંકપણે એમ અનુભવે છે કે ‘જેનું લક્ષણ ઉપયોગ છે એવો એક શુદ્ધ
આત્મા જ હું છું.’–આમ નિશ્ચય કરીને પોતાને શુદ્ધ અનુભવતો હોવાથી તેને
શુદ્ધઆત્માની સિદ્ધિ છે, એટલે તે શુદ્ધ આત્માની પ્રાપ્તિરૂપ આરાધના સહિત
સદાય વર્તે છે.
* અજ્ઞાની જીવ કેવો છે?
સ્વ–પરને એકમેક અનુભવનારા અજ્ઞાની જીવને પરદ્રવ્યના ગ્રહણનો સદ્ભાવ
હોવાથી શુદ્ધ આત્માની સિદ્ધિનો અભાવ છે. અશુદ્ધતાને જ અનુભવતો
હોવાથી તે અનારાધક છે, અપરાધી છે, અને બંધાય છે.
* જ્ઞાનીનું સ્વકાર્ય શું છે?
પરભાવોથી રહિત એવા પોતાના શુદ્ધઆત્માનો અનુભવ તે જ્ઞાનીનું સ્વકાર્ય
છે, ને ભેદજ્ઞાન વડે જ્ઞાનીને તે સ્વકાર્યની સિદ્ધિ છે. આવી સિદ્ધિ તે જ
આરાધના છે, તે જ નિર્દોષપણું છે, તે જ મોક્ષની સાધના છે, તે જ આત્માની