Atmadharma magazine - Ank 321
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 40

background image
: ૧૨ : આત્મધર્મ : અષાડ : ૨૪૯૬
પોતાના ઉપર પ્રસન્નતા છે. અહો, મારો આત્મા પોતે પોતાના ઉપર પ્રસન્ન
થયો. કોઈ પારકી કૃપા કે પારકી પ્રસન્નતા આત્માને કાંઈ આપી દે તેમ નથી,
જ્ઞાનીએ સ્વાનુભૂતિ વડે પોતાના આત્માને પ્રસન્ન કર્યો, એટલે કે આત્માની
આરાધના કરી; ત્યાં આત્મા પોતે પ્રસન્ન થઈને પોતાને પૂર્ણ આનંદ ને મોક્ષ
આપે છે; એટલે કાર્યની સિદ્ધિ થઈ જાય છે. આત્મા સિવાય બીજાની
આરાધના કરીને તેમની પાસેથી કાંઈ લેવા માંગે તો તે અપરાધી છે. અજ્ઞાની
છે. કેમકે તે પારકી વસ્તુનું ગ્રહણ કરવા માંગે છે. જ્ઞાની જાણે છે કે મારે
જગતમાં કોઈ પાસેથી કાંઈ લેવાનું નથી, પરદ્રવ્ય વગરનો મારો ઉપયોગ–
સ્વરૂપ આત્મા જ સ્વયં પરિપૂર્ણ છે; આવા મારા આત્માની જ આરાધનાથી
મારા સ્વકાર્યની સિદ્ધિ છે.
* અજ્ઞાની કોને ભજે છે?
અજ્ઞાની અશુદ્ધ આત્માને ભજે છે, એટલે કે રાગાદિ અશુદ્ધભાવરૂપે જ પોતાને
સેવે છે. આવું અશુદ્ધતાનું સેવન તે જ અપરાધ હોવાથી બંધનું કારણ છે.
* જ્ઞાની કોને ભજે છે?
જ્ઞાની તો સ્વસન્મુખ પ્રજ્ઞા વડે રાગ અને જ્ઞાનને જુદા કરીને પોતાને
જ્ઞાનસ્વરૂપે જ અનુભવે છે એટલે કે પોતાના શુદ્ધઆત્માને જ તે ભજે છે, તેમાં
નિર્દોષપણું હોવાથી તેને બંધન જરાપણ થતું નથી.
* જીવે શું કર્યું?
અજ્ઞાનીપણે જીવે સદાય રાગનું જ ભજન કર્યું છે, રાગથી ભિન્ન શુદ્ધ જ્ઞાનમય
આત્માનું ભજન (તેનાં શ્રદ્ધા–જ્ઞાન–અનુભવ) કરે તો તેને સંસારભ્રમણ રહે
નહીં, તે આરાધક થઈને મોક્ષને સાધે.
* કોણ અપરાધી? ને કોણ નિર્દોષ?
હે ભાઈ! તું ઉપયોગસ્વરૂપ આત્મા સિવાય કોઈ પણ પરવસ્તુને કે રાગાદિ
કોઈ પરભાવને તારામાં ગ્રહણ કરે છે?–કે તેનાથી લાભ માને છે?
–જો કહે કે હા; તો આચાર્ય ભગવાન કહે છે કે તું પારકી વસ્તુને લેનારો
અપરાધી છો, તને કર્મબંધન થશે.