અષાડ : ૨૪૯૬ આત્મધર્મ : ૧૭ :
२. सूत्र प्राभृत
૧. અરિહંતદેવ વડે ભાષિત અર્થને ગણધર દેવે સૂત્રાર્થની માર્ગણા–અર્થે,
સમ્યક્પ્રકારે શાસ્ત્રરૂપ ગૂંથ્યા, તેના વડે શ્રમણો પરમાર્થને સાધે છે.
૨. સૂત્રમાં સમ્યક્ પ્રકારે જે પ્રતિપાદિત છે તેને આચાર્ય પરંપરારૂપ માર્ગ વડે
દ્વિવિધપણે જાણીને, ભવ્ય જીવ શિવમાર્ગમાં વર્તે છે.
૩. જેમ સૂત્ર વગરની સોય નાશ પામે છે પણ સૂત્ર સહિત સોય નાશ પામતી નથી,
તેમ સૂત્રનો જાણકાર ભવ્ય જીવ ભવનો નાશ કરે છે, પણ ભવમાં ભટકતો નથી.
૪. જે પુરુષ ‘સસૂત્ર’ એટલે કે સૂત્રના જ્ઞાનસહિત છે તે સંસારમાં રહ્યા છતાં નાશ
પામતો નથી, પરંતુ અદ્રશ્યમાન એવા આત્માને પણ તે સૂત્ર જ્ઞાનના બળે
સ્વસંવેદન–પ્રત્યક્ષ કરીને સંસારનો નાશ કરે છે.
૫. જિનદેવે કહેલા સૂત્રાર્થને જે જાણે છે, તથા જીવ–અજીવાદિ બહુવિધ અર્થોને જે
જાણે છે, અને હેય–ઉપાદેયને જાણે છે, તે જીવ સમ્યગ્દ્રષ્ટિ છે.
૬. હે યોગી! સૂત્રમાં જિનદેવે કહેલા વ્યવહાર તથા પરમાર્થને જાણો. યોગીઓ તેને
જાણીને સુખને પામે છે ને મલપૂંજનો ક્ષય કરે છે.
૭. સૂત્રોનાં અર્થ અને પદ જેને વિનષ્ટ છે તેને મિથ્યાદ્રષ્ટિ જાણવો. વસ્ત્રસહિત હોય
તેણે કુતૂહલથી પણ પાણિપાત્ર (હસ્તભોજન) કર્તવ્ય નથી.
૮. સૂત્રજ્ઞાન વગરનો નર ભલે હરિ–હર તૂલ્ય હોય, સ્વર્ગમાં જાય અને કરોડો ભવ
કરે તોપણ સિદ્ધિને પામતો નથી, તેને સંસારસ્થ જ કહ્યો છે.
૯. ઉત્કૃષ્ટ સિંહચર્યા કરે, ઘણાં પરિકર્મ (તપશ્ચરણાદિક) કરતો હોય, ગુરુપણાના
ભારથી (એટલે કે મોટી પદવીથી) સહિત હોય, તે પણ જો સ્વચ્છંદપણે વિહરે
તો પાપમાં જાય છે ને મિથ્યાત્વી થાય છે.
૧૦. જેમાં અચેલપણું તથા પાણિપાત્ર છે એવો એક જ મોક્ષમાર્ગ પરમ જિનવરેન્દ્રો
વડે ઉપદિષ્ટ છે, બાકી તો બધા અમાર્ગ છે.
૧૧. જે સંયમ સહિત છે અને આરંભ–