Atmadharma magazine - Ank 321
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


PDF/HTML Page 22 of 40

background image
: ૧૮ : આત્મધર્મ : અષાડ : ૨૪૯૬
પરિગ્રહથી વિરત છે તે, સૂર–અસુર ને મનુષ્ય સહિત એવા આ લોકમાં વંદનીય છે.
૧૨. જેઓ સેંકડો શક્તિ સહિત છે છતાં બાવીસ પરિષહને સહન કરે છે, તે સાધુઓ
વન્દનીય છે, અને તેઓને કર્મક્ષયરૂપ નિર્જરા થાય છે.
૧૩. એ સિવાયના ભેષમાં જે સમ્યગ્દર્શન ને જ્ઞાનસહિત છે તેમ જ વસ્ત્રપરિગ્રહયુક્ત
છે તેને ‘ઈચ્છાકારયોગ્ય’ કહ્યા છે.
૧૪. જે જીવ ઈચ્છાકારરૂપ મહાન અર્થસહિત છે સૂત્રમાં સ્થિત છે, ને કર્મને છોડે છે
તથા સમ્યક્ત્વના સ્થાનોમાં સ્થિત છે તેને પરલોક સુખકર થાય છે.
૧૫. જે જીવ આત્માને ઈચ્છતો નથી, તે ધર્મનાં બીજાં બધાં આચરણ કરે તો પણ
સિદ્ધિને પામતો નથી, તેને તો સંસારસ્થ જ કહ્યો છે.
૧૬. આ કારણથી હે ભવ્ય જીવો! તમે તે આત્માને ત્રિવિધે શ્રદ્ધો, અને પ્રયત્નવડે
તેને જાણો–કે જેથી મોક્ષને પામશો.
૧૭. સાધુને વાળની અણી જેટલા પણ પરિગ્રહનું ગ્રહણ હોતું નથી, તે એક સ્થાને,
કરપાત્રમાં, બીજાએ આપેલ ભોજન કરે છે.
૧૮. મુનિપણું યથાજાતરૂપ–સદ્રશ છે, મુનિ તિલતુષમાત્રને પણ હાથથી ગ્રહણ કરતા
નથી; અને જો તે થોડોઘણો પણ પરિગ્રહ ગ્રહણ કરે તો નિગોદમાં જાય છે.
૧૯. જે મતમાં લિંગને એટલે કે સાધુને અલ્પ કે વધુ પરિગ્રહનું ગ્રહણ છે તે ગર્હ્ય
એટલે કે નિંદ્ય છે, જિનવચનમાં તો સાધુ પરિગ્રહરહિત નિરાગાર કહ્યા છે.
૨૦. પાંચ મહાવ્રત અને ત્રણ ગુપ્તિથી જે યુક્ત છે તે સંયત છે, અને તે જ નિર્ગ્રંથ
મોક્ષમાર્ગ છે, તથા તે વંદનીય છે.
૨૧. બીજો ભેષ ઉત્કૃષ્ટ શ્રાવકનો છે; તે આહાર માટે જાય છે, અને ભાષાસમિતિપૂર્વક
અથવા મૌનપૂર્વક વાસણમાં ભોજન કરે છે.
૨૨. ત્રીજો વેષ આર્યિકા–સ્ત્રીનો છે, તે દિવસમાં એક વખત ભોજન કરે છે; તે
આર્યિકા એક વસ્ત્રસહિત હોય છે, ને વસ્ત્રસહિત ભોજન કરે છે.
૨૩. ભલે તીર્થંકર થનાર હોય તોપણ જિનશાસનમાં વસ્ત્રસહિત સિદ્ધિ પામતા નથી.
નગ્નપણું એ જ મોક્ષમાર્ગ છે, બાકી બધા ઉન્માર્ગ છે.
૨૪. સ્ત્રીને યોનિમાં, સ્તનમાં, નાભિમાં, અને કાંખમાં સૂક્ષ્મકાય જીવોની ઉત્પત્તિ કહી
છે, તેને પ્રવજ્યા (મહાવ્રત) કેવી રીતે હોય?–અર્થાત્ ન હોય.
૨૫. સ્ત્રી પણ જો દર્શનશુદ્ધિવડે શુદ્ધ હોય