અષાડ : ૨૪૯૬ આત્મધર્મ : ૧૯ :
તો તેને માર્ગ–સંયુક્તા કહેવામાં આવી છે; તે ઘોર આચરણને આચરે છે, પરંતુ
સ્ત્રીઓને પ્રવજ્યા હોતી નથી.
૨૬. સ્ત્રીને ચિત્તની શુદ્ધતા હોતી નથી, તથા સ્વભાવે જ તે ઢીલા ભાવવાળી છે; તેને
માસિક હોય છે, તેથી તેને નિઃશંકધ્યાન હોતું નથી.
૨૭. જેમ સમુદ્રના જળમાંથી લોકો પોતાના વસ્ત્ર ધોવા પૂરતું જ પાણી ગ્રહણ કરે છે,
તેમ જે ગ્રાહ્યમાંથી પણ અલ્પને જ ગ્રહણ કરે છે, ને જેમની ઈચ્છા નિવૃત્ત થઈ
છે તેમને સર્વદુઃખની નિવૃત્તિ થાય છે.
(બીજું સૂત્રપ્રાભૃત પૂર્ણ)
શ્રાવણ માસનો ધાર્મિક શિક્ષણવર્ગ
સોનગઢમાં દરવર્ષની જેમ પ્રૌઢવયના ગૃહસ્થ ભાઈઓ માટેનો જૈન
ધાર્મિક શિક્ષણવર્ગ શ્રાવણ સુદ પાંચમ ને શુક્રવાર તા. ૭–૮–૭૦ થી શરૂ
થશે અને શ્રાવણ વદ ૧૦ ને બુધવાર તા. ૨૬–૮–૭૦ ના રોજ પૂર્ણ થશે.
જે ભાઈઓને શિક્ષણ વર્ગનો લાભ લેવાની ભાવના હોય તેમણે નીચેના
સરનામે ખબર આપવા અને સમયસર સોનગઢ આવી જવું.
શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર, સોનગઢ
* * *
ભગવાન શ્રી કુંદકુંદ સ્વામી રચિત અષ્ટપ્રાભૃતમાંથી ચાર પ્રાભૃતના
ગુજરાતી અર્થ આ અંકમાં આપ્યા છે, પાંચમું ‘ભાવપ્રાભૃત’ છે, તેમાં
સમ્યક્ત્વાદિ ભાવશુદ્ધિ પ્રગટ કરવા માટે આચાર્યદેવે અત્યંત વૈરાગ્ય
રસભીની શૈલીમાં દ્રષ્ટાંતો સહિત ઉત્તમ પ્રેરણા આપી છે તે આપ આગામી
અંકમાં જરૂર વાંચશોજી.
પૂ. ગુરુદેવ પ્રવચનમાં અષ્ટપ્રાભૃત ચોથી વખત વાંચી રહ્યા છે. આ
અષ્ટપ્રાભૃતમાં આચાર્યદેવે વર્ણવેલા ઉત્તમ વિષયો જિજ્ઞાસુઓને ખ્યાલમાં
આવે તે માટે અહીં તેની ગાથાના માત્ર ગુજરાતી અર્થ આપ્યા છે,–જે
સુગમ હોવાથી સૌને સ્વાધ્યાયમાં ઉપયોગી થશે. આમાં ક્યાંય કોઈ
સંશોધનની જરૂર લાગે તો પ્રેમપૂર્વક સૂચવવા જિજ્ઞાસુઓને વિનંતિ.
– બ્ર. હ. જૈન