અષાડ : ૨૪૯૬ આત્મધર્મ : ૨૩ :
૪૦. હે ભવ્ય! દર્શન–જ્ઞાન–ચારિત્ર એ ત્રણેને પરમ શ્રદ્ધાપૂર્વક તું જાણ, એને
જાણીને યોગીજનો શીઘ્ર નિર્વાણને પામે છે.
૪૧–૪૨ જ્ઞાનજળને પામીને નિર્મળ સુવિશુદ્ધ ભાવસંયુક્ત જીવો શિવાલયવાસી અને
ત્રણભુવનના ચૂડામણિ એવા સિદ્ધ થાય છે.
–અને, જેઓ જ્ઞાનગુણથી રહિત છે તેઓ ઈષ્ટ લાભને પામતા નથી.–આ
પ્રમાણે ગુણ–દોષને ઓળખીને તે સદ્જ્ઞાનને હે જીવ! તું જાણ.
૪૩. ચારિત્રમાં સમ્યક્ પ્રકારે આરૂઢ જ્ઞાની પોતાના આત્મામાં પરદ્રવ્યોને ઈચ્છતા
નથી; તે અલ્પકાળમાં અનુપમ સુખને પામે છે–એમ નિશ્ચયથી તું જાણ.
૪૪. એ પ્રમાણે વીતરાગે જ્ઞાનવડે ઉપદેશેલું જે સમ્યક્ત્વ અને સંયમના આચરણરૂપ
બે પ્રકારનું ચારિત્ર, તે અહીં સંક્ષેપથી કહ્યુંં.
૪૫. હે ભવ્ય! સ્પષ્ટપણે રચવામાં આવેલા આ ચારિત્રપ્રાભૃતને તું ભાવશુદ્ધિપૂર્વક
ભાવ; જેથી તરત જ તું ચાર ગતિને છોડીને શીઘ્ર અપુનર્ભવરૂપ થઈશ.
(ત્રીજું ચારિત્રપ્રાભૃત પૂર્ણ)
–: વૈરાગ્ય–સમાચાર :–
* રાજકોટના ભાઈશ્રી સોભાગચંદ પાનાચંદ કામદાર (ચાંદલીવાળા) ચૈત્ર વદ ૯ ના રોજ
અમદાવાદ મુકામે સ્વર્ગવાસ પામ્યા છે. ચૈત્ર માસમાં ગુરુદેવ રાજકોટ પધાર્યા ત્યારે,
તેમણે તબીયત બરાબર નહીં હોવા છતાં આઠ દિવસ પ્રવચનનો લાભ લીધો હતો.
* બરવાળાના ભાઈશ્રી ચંદુલાલ ભાઈલાલ જેઠ વદ અમાસે મુંબઈમાં મલાડ મુકામે
હાર્ટફેઈલથી સ્વર્ગવાસ પામ્યા છે. અંતિમ સમયે તેમણે વીતરાગી દેવ–ગુરુના
શરણની ભાવના ભાવી હતી.
* વવાણીયાવાળા દેસાઈ અનુપચંદભાઈ રાયચંદ ભાવનગર–ઈસ્પિતાલમાં
તા. ૨–૭–૭૦ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે. તેઓ છેલ્લા કેટલાક વખતથી સોનગઢ
સમિતિમાં રહેતા હતા; ને શરીરની તકલીફ છતાં દર્શન–પ્રવચનનો લાભ લેતા હતા.
* ખંડવાના શેઠશ્રી ઉમરાવપ્રસાદજી (તે બ્ર. આશાબેનના પિતાજી) તા. ૧૮–૬–૭૦ના
રોજ સ્વર્ગવાસ પામ્યા છે. તેઓ ભદ્રિક હતા, અવારનવાર સોનગઢ આવીને લાભ
લેતા હતા. ફાગણ માસમાં ગુરુદેવ ખંડવા પધાર્યા ત્યારે, વિશેષ બિમારી હોવા છતાં
તેમણે ગુરુદેવના દર્શનથી ઉલ્લાસ બતાવ્યો હતો.
સ્વર્ગસ્થ આત્માઓ વીતરાગી દેવ–ગુરુ–ધર્મના શરણે આત્મહિત પામો.