: ૨૪ : આત્મધર્મ : અષાડ : ૨૪૯૬
[४] बोध प्राभृत
૧–૨ ઘણાં શાસ્ત્રોના અર્થને જાણનારા, શુદ્ધ સમ્યક્ત્વ–સંયમ તથા તપના આચરણથી
યુક્ત, અને કષાયમળથી રહિત શુદ્ધ એવા આચાર્યોને વંદન કરીને; સકલ જીવોને
બોધ માટે જિનમાર્ગમાં જિનવરદેવે છકાયજીવોને સુખકારી જે ઉપદેશ આપ્યો છે
તે હું સંક્ષેપથી આ બોધપ્રાભૃતમાં કહું છું......તેને હે ભવ્ય! તું સાંભળ!
૩–૪. ૧. આયતન, ૨. ચૈત્યગૃહ, ૩. જિનપ્રતિમા, ૪. દર્શન, પ. અત્યંત વીતરાગ
જિનબિંબ, ૬ જિનમુદ્રા, ૭. આત્મસ્થ જ્ઞાન અર્થાત્ આત્મા સંબંધી જ્ઞાન, ૮.
અરિહંતદેવે કહેલા દેવ, ૯. તીર્થ, ૧૦. અરિહંત અને ૧૧. ગુણોથી વિશુદ્ધ એવી
પ્રવજ્યા–તે અગિયાર સ્થાનો યથાક્રમે આ બોધપ્રાભૃત દ્વારા જાણવા.
૫. મન–વચન–કાયરૂપ દ્રવ્ય તથા ઈન્દ્રિયવિષયો જેમને આયત્ત (એટલે કે
વશીભૂત) છે એવા સંયતના રૂપને જિનમાર્ગમાં આયતન કહ્યું છે.
૬. મોહ–રાગ–દ્વેષ–ક્રોધ–માન–માયા–લોભ તે જેમને આયત (વશીભૂત) છે એવા
પંચમહાવ્રતધારી મહર્ષિઓને આયતન કહ્યા છે.
૭. સદર્થ સત્–અર્થ (એટલે કે સત્ય વસ્તુસ્વરૂપ, નિજ શુદ્ધાત્મા) જેને સિદ્ધ થયેલ
છે, જે વિશુદ્ધધ્યાન તથા જ્ઞાનયુક્ત છે અને પદાર્થોનું સ્વરૂપ જેણે જાણ્યું છે એવા
મુનિવરવૃષભને સિદ્ધાયતનપણું પ્રસિદ્ધ છે.
૮. બુદ્ધ એટલે કે જ્ઞાનસ્વરૂપ એવા પોતાના આત્માને જે બોધે છે–જાણે છે, અને
અન્ય જીવોને પણ એવું જ સ્વરૂપ પ્રતિબોધે છે, તથા પંચ મહાવ્રતથી જે શુદ્ધ છે
અને જ્ઞાનમય છે, તેને ચૈત્યગૃહ જાણો.
૯. બંધ–મોક્ષ અને સુખ–દુઃખ તે જેના આત્માનું ચેત્ય છે તેને જિનમાર્ગમાં ચૈત્યગૃહ
કહ્યું છે,–કે જે છકાયજીવોનું હિતકર છે.
૧૦. જે ઉત્કૃષ્ટ જંગમ દેહ સહિત છે, તથા દર્શન–જ્ઞાનપૂર્વક શુદ્ધ ચારિત્રરૂપ છે,–અને
નિર્ગ્રંથ વીતરાગ છે,–આવી પ્રતિમા જિનમાર્ગમાં હોય છે.
૧૧. જે શુદ્ધ ચારિત્રને આચરે છે, વસ્તુ–