: અષાડ : ૨૪૯૬ આત્મધર્મ : ૨૫ :
સ્વરૂપને જે જાણે–દેખે છે અને જેને શુદ્ધસમ્યક્ત્વ છે એવા નિર્ગ્રંથ સંયતની
પ્રતિમા વંદનિય છે.
૧૨–૧૩. સિદ્ધ ભગવંતો તે વ્યુત્સર્ગપ્રતિમા છે; તે અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત
વીર્ય અને અનંત સુખરૂપ છે, શાશ્વત સુખમય છે, દેહરહિત છે અને
આઠકર્મના બંધનથી મુક્ત છે; વળી તે સિદ્ધપ્રતિમા નિરૂપમ છે, અચલ છે,
અક્ષોભ છે, અજંગમરૂપથી નિર્માપિત છે (અર્થાત્ શરીરરહિત સ્થિર છે),
સિદ્ધસ્થાનમાં સ્થિત છે; વ્યુત્સર્ગરૂપ છે અને ધ્રુવ છે.–આવી સિદ્ધપ્રતિમા છે.
૧૪. જે સમ્યક્ત્વ, સંયમ તથા સુધર્મરૂપ મોક્ષમાર્ગને દેખાડે છે, અને જે નિર્ગ્રંથ
તથા જ્ઞાનમય છે, તેને જિનમાર્ગમાં દર્શન કહ્યું છે.
૧૫. જેમ પુષ્પ સુગંધમય હોય છે, અને દૂધ તે ઘીમય હોય છે, તેમ રૂપસ્થ એવું
સમ્યક્દર્શન પણ સમ્યગ્જ્ઞાનમય હોય છે.
૧૬. જે જ્ઞાનમય છે, સંયમથી શુદ્ધ છે, અત્યંત વીતરાગ છે અને કર્મક્ષયના
કારણરૂપ શુદ્ધ દીક્ષા તથા શિક્ષા દેનારા છે–તે જિનબિંબ છે.
૧૭. જેમને ધ્રુવપણે દર્શન–જ્ઞાન અને ચેતનાભાવ વિદ્યમાન છે, એવા તે
જિનબિંબને પ્રણામ કરો, સર્વપ્રકારે પૂજા કરો, વિનય અને વાત્સલ્ય કરો.
૧૮. જે તપ–વ્રત અને ગુણોથી શુદ્ધ છે, જે જાણે છે, દેખે છે અને સમ્યક્ત્વરૂપ છે–
એવી અરિહંતમુદ્રા છે,–અને તે દીક્ષા–શિક્ષાની દાતાર છે.
૧૯. જિનશાસનમાં જિનમુદ્રા એવી કહેવામાં આવી છે કે, જે દ્રઢ સંયમની મુદ્રા
સહિત છે, જેને ઈન્દ્રિયોનું મુદ્રણ (એટલે કે સંકોચન) છે, જેમાં કષાયોનું દ્રઢ
મુદ્રણ(નિયંત્રણ) છે, અને સ્વરૂપમાં લગાવેલા જ્ઞાનરૂપ જેની મુદ્રા (છાપ) છે.
૨૦. સંયમથી સંયુક્ત અને સુધ્યાનને યોગ્ય એવા મોક્ષમાર્ગનું લક્ષ્ય જ્ઞાનવડે જ
પમાય છે; તેથી જ્ઞાનસ્વરૂપ જ્ઞાતવ્ય છે.
૨૧. જેમ નિશાન તાકવાના અભ્યાસથી રહિત પુરુષ બાણના લક્ષ્યને વેધી શકતો
નથી, તેમ અજ્ઞાની મોક્ષમાર્ગના લક્ષ્યને જાણતો નથી.
૨૨. આસન્ન ભવ્ય જીવને જ્ઞાન થાય છે; વિનયવંત સત્પુરુષ તે જ્ઞાનને પ્રાપ્ત કરે
છે; અને તે જ્ઞાનવડે મોક્ષમાર્ગના લક્ષ્યને લક્ષગત કરીને તેને પ્રાપ્ત કરે છે.
૨૩. જેને મતિજ્ઞાનરૂપી સ્થિર ધનુષ છે, શ્રુતજ્ઞાનરૂપી દોરી છે, રત્નત્રયરૂપી ઉત્તમ
બાણ છે, અને જેણે પરમાર્થસ્વરૂપમાં લક્ષને એકાગ્ર કરીને નિશાન તાકયું છે,
તે જીવ મોક્ષમાર્ગને ચૂકતો નથી.