: ૨૬ : આત્મધર્મ : અષાડ : ૨૪૯૬
૨૪. અર્થ–ધર્મ–કામ અને ઉત્તમ જ્ઞાન–તેને જે સમ્યક્પ્રકારે દ્યે તે દેવ છે, અર્થ, ધર્મ કે
પ્રવજ્યા, જેની પાસે જે હોય તે આપે.
૨૫. દયાવડે વિશુદ્ધ ધર્મ છે, સર્વસંગપરિત્યાગરૂપ પ્રવજ્યા છે, અને મોહથી રહિત
એવા દેવ છે, –તે ભવ્યજીવોને ઉદય કરનારા છે.
૨૬. વ્રત અને સમ્યક્ત્વ જેને વિશુદ્ધ છે, પાંચઈન્દ્રિયનો જેને સંયમ છે અને જે
નિરપેક્ષ છે એવું મુનિ–તીર્થ, તેમાં દીક્ષા–શિક્ષારૂપી ઉત્તમસ્નાનવડે નહાઓ–
અર્થાત્ પવિત્ર થાઓ.
૨૭. શાંતભાવસહિત નિર્મળ ઉત્તમ ધર્મ, સમ્યક્ત્વ, સંયમ, તપ અને જ્ઞાન તે
જિનમાર્ગમાં તીર્થ છે.
૨૮. નામ, સ્થાપના, દ્રવ્ય, અને ભાવ, આત્માના ગુણ તથા પર્યાય સહિતપણું,
ચ્યવન, આગતિ અને સંપદા–આ ભાવો અરિહંતના સ્વરૂપને ઓળખાવે છે,
અર્થાત્ તેના વડે ભવ્યજીવો અરિહંતનું સ્વરૂપ ચિંતવે છે.
૨૯. જેમને અનંત જ્ઞાન–દર્શન વિદ્યમાન છે, અષ્ટકર્મનાં બંધન નષ્ટ થવાથી જે મુક્ત
છે, તથા નિરૂપમ ગુણોમાં આરૂઢ છે,–એવા અરિહંત હોય છે.
૩૦. જરા–વ્યાધિ–જન્મ–મરણ ચારગતિ ભ્રમણ તેમ જ પુણ્ય અને પાપ વગેરે દોષોને
તથા કર્મોને હણીને જેઓ જ્ઞાનમય થયા તેઓ અર્હંત છે–પૂજ્ય છે.
૩૧. ગુણસ્થાન, માર્ગણાસ્થાન, પર્યાપ્તિ, પ્રાણ અને જીવસ્થાન–એમ પાંચ પ્રકારે
સ્થાપના વડે અરિહંત–પુરુષને ઓળખીને પ્રણમન કરવા યોગ્ય છે.
૩૨. અરિહંત ભગવાન સંયોગી કેવળીપણે તેરમે ગુણસ્થાને બિરાજે છે, તેમને
ચોત્રીસ અતિશયરૂપ ગુણ તથા અષ્ટ પ્રાતિહાર્ય હોય છે.
૩૩. ગતિ ઈન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય, જ્ઞાન, સંયમ, દર્શન, લેશ્યા, ભવ્યત્વ,
સમ્યક્ત્વ, સંજ્ઞિત્વ અને આહાર–એ ચૌદ માર્ગણામાં સ્થાપીને અરિહંતનું સ્વરૂપ
જાણવું જોઈએ.
૩૪. આહાર, શરીર, ઈન્દ્રિય, મન, શ્વાસોશ્વાસ અને ભાષા–એ છ પર્યાપ્તિ છે; તે
પર્યાપ્તિનાં ગુણોથી સમૃદ્ધ એવા અરિહંતભગવાન ઉત્તમ દેવ છે.
૩૫. પાંચ ઈન્દ્રિયપ્રાણ, મન–વચન–કાયા એ ત્રણ બળપ્રાણ, શ્વાસોશ્વાસપ્રાણ અને
આયુષ્યપ્રાણ–એ પ્રમાણે દશપ્રાણ અરિહંતને હોય છે.
૩૬. એવા ગુણસમૂહ સહિત અરિહંતદેવ ચૌદમા જીવસ્થાને અર્થાત્ મનુષ્યભવમાં
પંચેન્દ્રિયપણે ગુણારૂઢ હોય છે.