: ૨૮ : આત્મધર્મ : અષાડ : ૨૪૯૬
કરે છે, –આવી પ્રવજ્યા જિનશાસનમાં કહી છે.
૪૯. નિર્ગ્રંથ, નિઃસંગ, નિર્માન, આશારહિત, નિર્દોષ, નિર્મમ અને નિરહંકાર–આવી
પ્રવજ્યા જિનશાસનમાં કહી છે.
૫૦. નિઃસ્નેહ, નિર્લોભ, નિર્મોહ, નિર્વિકાર કલુષતારહિત નિર્ભય, અને
આશાભાવરહિત,–આવી પ્રવજ્યા જિનશાસનમાં કહી છે.
૫૧. જન્મ્યા પ્રમાણે જેનું રૂપ છે, અવલંબિત જેની ભૂજા છે, આયુધથી રહિત છે, શાંત
છે અને બીજા વડે કરાયેલા સ્થાનમાં જેનો નિવાસ છે,–આવી પ્રવજ્યા
જિનશાસનમાં કહી છે.
૫૨. ઉપશમ, ક્ષમા અને ઈન્દ્રિયદમનથી યુક્ત, શરીરસંસ્કારથી રહિત, રુક્ષ, અને મદ–
રાગ–દોષથી રહિત,–આવી પ્રવજ્યા જિનશાસનમાં કહી છે.
૫૩. મૂઢભાવ જેમાં દૂર થયો છે, જે અષ્ટ કર્મને અત્યંત નષ્ટ કરનારી છે. મિથ્યાત્વ
જેને નષ્ટ થયું છે અને સમ્યક્ત્વગુણથી જે વિશુદ્ધ છે,–આવી પ્રવજ્યા
જિનશાસનમાં કહી છે.
૫૪. જિનમાર્ગમા પ્રવજ્યા નિર્ગ્રંથ કહી છે, તે છએ સંહનનવાળા જીવોને હોય છે;
ભવ્ય પુરુષો તેની ભાવના કરે છે, અને તે કર્મક્ષયનું કારણ કહેવામાં આવી છે.
૫૫. જેમાં તલના ફોતરાં જેટલોય બહારના પરિગ્રહનો સંગ્રહ હોતો નથી; સર્વદર્શી
ભગવંતોએ જે પ્રવજ્યા કહી છે તે પ્રવજ્યા આવી હોય છે.
૫૬. જે ઉપસર્ગ તથા પરિષહને સહન કરે છે, સદા નિર્જનસ્થાનમાં રહે છે; અને
સર્વત્ર શિલા કાષ્ટ કે જમીન ઉપર રહે છે;–આવી પ્રવજ્યા હોય છે.
૫૭. પશુ–મહિલા કે નપુંસકનો સંગ ન કરે, કુશીલજીવોનો સંગ ન કરે, વિકથા ન કરે,
અને સ્વાધ્યાય તથા ધ્યાનયુક્ત રહે, –આવી પ્રવજ્યા જિનશાસનમાં કહી છે.
૫૮. તપ–વ્રત–ગુણોથી જે શુદ્ધ છે, સંયમ અને સમ્યક્ત્વગુણવડે જે વિશુદ્ધ છે તથા
શુદ્ધગુણો વડે જે શુદ્ધ છે, –આવી પ્રવજ્યા જિનશાસનમાં કહી છે.
૫૯. આ પ્રમાણે, જેમાં અત્યંત વિશુદ્ધસમ્યક્ત્વ છે એવા નિર્ગ્રંથ જિનમાર્ગમાં
આયતનગુણોથી પરિપૂર્ણ (–મુનિનાં ગુણોથી પરિપૂર્ણ) એવી પ્રવજ્યાનું જેવું
સ્વરૂપ પ્રસિદ્ધ છે તેવું અહીં સંક્ષેપથી યથાર્થપણે કહ્યું છે.
૬૦. અંતરમાં શુદ્ધ અર્થરૂપ અને બહારમાં નિર્ગ્રંથરૂપ એવા જિનમાર્ગમાં જિનવરદેવે
શુદ્ધીને માટે જે પ્રમાણે ઉપદેશ