Atmadharma magazine - Ank 321
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


PDF/HTML Page 33 of 40

background image
: અષાડ : ૨૪૯૬ આત્મધર્મ : ૨૯ :
કર્યો છે તે પ્રમાણે ભવ્યજીવોના બોધને માટે, છકાયજીવોને હિતકર આ ઉપદેશ
કર્યો છે,
૬૧. શબ્દપરિણામરૂપ ભાષાસૂત્રમાં જિનદેવે જે કહ્યું તે ભદ્રબાહુસ્વામીના શિષ્ય દ્વારા
જાણીને, તે પ્રમાણે અહીં (કુંદકુંદસ્વામીએ) કહ્યું છે.
૬૨. બાર અંગરૂપ વિજ્ઞાન તથા ચૌદ પૂર્વાંગનો જે વિપુલ વિસ્તાર–તેને જાણનારા
શ્રુતજ્ઞાની ગમકગુરુ ભગવાન ભદ્રબાહુનો જય હો.
(ચોથું બોધપ્રાભૃત પૂર્ણ.)
મૂંઝવણ થતી હોય ત્યારે–
પ્રશ્ન:– એક જિજ્ઞાસુ પૂછે છે કે જીવને મૂંઝવણ થાય ને
વારંવાર સંસારના વિચારમાં મન ચડી જાય, ત્યારે શું કરવું?
ઉત્તર:– જ્યારે કોઈ પણ વખતે મન મુંઝાય અને
સંસારના બીજા વિચારમાં ચડી જાય ત્યારે, તરત જ વીતરાગી
પંચપરમેષ્ઠીને યાદ કરીને શાંતચિત્તે જીવને એમ ઠપકો આપવો
કે–અરે જીવ! શું હજી પણ તું આ સંસારના પાપથી ને દુઃખથી
નથી થાક્યો?
વૈરાગ્યભાવનામાં ઊતરીને તારા જીવનની એકેએક
ક્ષણને આત્મશોધનમાં ગાળ. સંસારથી અલિપ્ત જેવો થઈને રહે
ને આત્મગુણ–ચિંતનમાં ઊંડો ઊતર. તુંં સંસારથી અલિપ્ત રહીશ
તો કોઈ તને પરાણે નહીં વળગે.
સંસારના પ્રસંગમાં કષાયવશ ન થઈ જવાય ને
પ્રતિકૂળતામાં મુંઝવણથી ગભરાઈ ન જવાય–તે માટે જાગૃતી
રાખ. જાગૃત રહીને શાંતિ અને હિંમતપૂર્વક તારા જીવનધ્યેયને
વળગી રહે.
અંદર આત્મામાં એવી કોઈ મહાનતા ભરી છે કે, જેનો
વિચાર કરતાં પણ જગતનાં દુઃખો દૂર ભાગી જાય છે. તો એવા
નિજ સ્વરૂપનો આનંદકારી વિચાર મુકીને દુનિયાની ચિંતાના
પાપમાં કોણ પડે?