Atmadharma magazine - Ank 321
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


PDF/HTML Page 34 of 40

background image
: ૩૦ : આત્મધર્મ : અષાડ : ૨૪૯૬
હે જીવ! તારી પર્યાયમાં
તર સ્વદ્રવ્યન અનન્ય જાણ!
[એકલી પર્યાયને ન જો; પર્યાયમાં અનન્ય એવા દ્રવ્યને દેખ]
* * * * *
(સ. ગા. ૩૦૮ થી ૩૧૧ નાં પ્રવચન: પૃ. ૪ થી ચાલુ)
દ્રવ્યને અને તે–તે કાળની પર્યાયને અનન્યપણું છે; એટલે મારી
પર્યાયને મારા દ્રવ્ય સાથે એકતા છે,–આમ જ્યાં પોતાના
સર્વજ્ઞસ્વભાવી દ્રવ્યની સાથે પર્યાયની એકતાનો નિર્ણય કર્યો ત્યાં
સર્વજ્ઞસ્વભાવથી વિરુદ્ધ એવા રાગ સાથે પર્યાયની એકતા ન રહી;
એટલે કે ભેદજ્ઞાન થયું; જ્ઞાનપર્યાય રાગથી છૂટી પડીને સર્વજ્ઞસ્વભાવ
જીવદ્રવ્ય તો સર્વજ્ઞસ્વભાવી છે, તેમાં જે પર્યાયની એકતા થઈ તે પર્યાયમાં
રાગાદિભાવનું કર્તાપણું રહે નહિ.
પોતાની જ્ઞાનપર્યાયમાં અનન્યરૂપે પરિણમતો જીવ પોતાની પર્યાયરૂપી કાર્યનો
કર્તા થાય છે,–પણ તે અન્ય દ્રવ્યની પર્યાયનો કર્તા થતો નથી, તેનાથી તો તે અનેરો છે.
એટલે પરદ્રવ્યની અપેક્ષા વગર એકલા પોતામાં જ કર્તાકર્મપણું સમાય છે. જીવ કર્તા
અને અજીવ તેનું કાર્ય–એમ કોઈ રીતે બનતું નથી.
દરેક દ્રવ્ય પોતાના પરિણામથી અનન્ય છે, ને બીજાથી તે અનેરું છે. અનેરા
પદાર્થો વચ્ચે કર્તાકર્મપણું હોતું નથી. કર્તા અને કર્મ અભિન્ન હોય છે. ભિન્ન પદાર્થ સાથે
કર્તાકર્મપણું માને તેને ભેદજ્ઞાન થાય નહીં.
પૂર્વપર્યાયને વર્તમાનપર્યાયની કર્તા કે ઉત્પાદક કહેવી તે વ્યવહાર છે; અહીં તો
પર્યાય સાથે તે કાળે તાદાત્મ્યરૂપ એવા દ્રવ્યને જ કર્તા કહ્યું છે. તે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરીને
એકાગ્ર થતાં તે સુખ અને સમ્યક્ત્વાદિ કાર્યરૂપે પરિણમે છે. સુખ કહો કે ધર્મ કહો, તે
કાર્યનો ઉત્પાદક આત્મા પોતે છે, કેમકે આત્મા જ તેમાં અનન્યપણે વર્તે છે.
રાગાદિભાવો સુખ સાથે અનન્યપણે નથી વર્તતા, અથવા પરદ્રવ્ય આત્માની
સુખપર્યાયમાં તન્મય થતું નથી, આત્મા જ સુખપર્યાયમાં તન્મય થઈને સુખરૂપે પરિણમે
છે. આવો નિર્ણય કરીને આત્માના સ્વભાવની સન્મુખ થતાં આત્મા