Atmadharma magazine - Ank 321
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


PDF/HTML Page 35 of 40

background image
: અષાડ : ૨૪૯૬ આત્મધર્મ : ૩૧ :
પોતાની સુખપર્યાયપણે ઊપજ્યો; ને રાગાદિનો કે કર્મનો તે અકર્તા થયો.–જ્ઞાનમાં
આવા અકર્તાપણાની સિદ્ધિ તે મોક્ષનો માર્ગ છે.
પર્યાયને અને દ્રવ્યને ઉત્પાદ્ય–ઉત્પાદકભાવ છે એટલે કર્તાકર્મપણું છે, કેમકે તે
બંને અભિન્ન છે; પણ ઉપાદાન અને નિમિત્તને ઉત્પાદ્ય–ઉત્પાદકપણું નથી એટલે તેમને
કર્તાકર્મપણું નથી, કેમકે બંનેને અત્યંત ભિન્નતા છે. આ સિદ્ધાંત બધા દ્રવ્યોમાં લાગુ પડે
છે, કારણ કે સર્વે દ્રવ્યોને અન્ય દ્રવ્યની સાથે ઉત્પાદ્ય–ઉત્પાદકભાવનો અભાવ છે; એટલે
બે ભિન્ન દ્રવ્યો વચ્ચે કારણ–કાર્યભાવ સિદ્ધ થતો નથી. માટે સાર એ છે કે જીવ પોતાના
શુદ્ધ જ્ઞાનભાવનો જ કર્તા છે, ને અજીવકર્મનો તે અકર્તા છે. મારા આત્માને મારા
જ્ઞાનાદિ પર્યાયો સાથે જ અનન્યપણું છે, પરની પર્યાયો સાથે મારે અનન્યપણું નથી પણ
ભિન્નપણું છે–આમ નક્કી કરીને શુદ્ધ જ્ઞાનરૂપે પરિણમતા આત્માને કર્મનું બંધન થતું
નથી. આવું કર્તાપણું એટલે કે શુદ્ધ જ્ઞાનમયપણું તે જીવનો સ્વભાવ છે, અને તે
સ્વભાવરૂપે તન્મય પરિણમન તે મોક્ષમાર્ગ છે. સર્વવિશુદ્ધજ્ઞાન એટલે આત્માનો
જ્ઞાયકસ્વભાવ; તે સ્વભાવમાં અભેદ પરિણમેલું જ્ઞાન રાગાદિનું પણ અકર્તા જ છે. અહીં
સિદ્ધ કરવું છે જીવનું અકર્તાપણું! પણ તેમાં જીવ–અજીવની ક્રમનિયમિત પર્યાયોનું તે તે
દ્રવ્યની સાથે અનન્યપણું બતાવીને આચાર્યદેવે અલૌકિક ન્યાયથી અકર્તાપણું સિદ્ધ કર્યું
છે.
સ્વસમયરૂપ જીવનું વર્ણન કરતાં બીજી ગાથામાં કહ્યું હતું કે સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્રરૂપ પોતાની નિર્મળપર્યાયમાં સ્થિત થઈને અનન્યપણે ઊપજે છે તે જ ખરેખર
જીવ છે. રાગાદિભાવોમાં જે સ્થિત છે તે ખરેખર જીવ નથી. જીવ જ્ઞાયકસ્વભાવ છે, તે
જ્ઞાયકસ્વભાવ ખરેખર રાગપણે થતો નથી, એટલે જ્ઞાયકસન્મુખ થયેલો જીવ રાગનો
કર્તા થતો નથી. જ્ઞાયકની દ્રષ્ટિમાં તેને રાગની અધિકતા થતી નથી; માટે તેનું
વિશુદ્ધજ્ઞાન રાગાદિનું અકર્તા જ છે. આવું જ્ઞાયકસ્વભાવનું અકર્તાપણું ઓળખીને
જ્ઞાનપણે ઊપજ્યો તે જીવ ધર્મી થયો.
આત્માનો સ્વ–પરપ્રકાશક જ્ઞાયકભાવ છે તે ઉપજીને રાગને ઉત્પન્ન કરે કે
મિથ્યાત્વાદિ કર્મોને બંધાવામાં નિમિત્ત થાય–એવો નથી; તેમજ તે કર્મોને નિમિત્ત
બનાવીને તેના આશ્રયે પોતે વિકારપણે ઊપજે–એવો પણ તેનો સ્વભાવ નથી. તે તો
જ્ઞાયકના અવલંબને ક્રમબદ્ધ જ્ઞાયકભાવપણે જ ઊપજે છે. આ રીતે પોતે નિમિત્ત થઈને
બીજાને નહીં ઉપજાવતો, તેમજ બીજાના નિમિત્તે પોતે નહીં ઊપજતો, પણ
શુદ્ધજ્ઞાનપરિણામમાં જ તન્મયપણે ઊપજતો–એવો જીવ જ્ઞાની છે.