શ્રાવણ : ૨૪૯૬ આત્મધર્મ : ૧૯ :
શિવરૂપ, અજર–અમર ચિહ્નવાળા, અનુપમ, ઉત્તમ, પરમ, વિમલ અને અતુલ
એવા શ્રેષ્ઠ સિદ્ધિસુખને પામ્યા.
૧૬૩. ત્રણભુવનથી પૂજ્ય શુદ્ધ, નિરંજન અને નિત્ય એવા તે સિદ્ધ ભગવંતો મને
દર્શનમાં જ્ઞાનમાં અને ચારિત્રમાં ઉત્તમ ભાવશુદ્ધિનું વરદાન દ્યો.
૧૬૪. અધિક શું કહેવું?–ધર્મ–અર્થ–કામ–મોક્ષ તેમજ અન્ય પણ જે કોઈ વ્યાપાર છે તે
સર્વે જીવના ભાવમાં પરિસ્થિત છે.
૧૬પ. એ પ્રમાણે સર્વબુદ્ધ એવા સર્વજ્ઞદેવે ઉપદેશેલા આ ભાવપ્રાભૃતને જે સમ્યક્પણે
પઢશે–સુણશે ભાવશે તે અવિચલ સ્થાનને પામશે.
[પાંચમું ભાવપ્રાભૃત પૂર્ણ]
સર્વજ્ઞદેશિત ભાવપ્રાભૃત આ અહો! સુભાવથી–
જે પઢે–સુણશે–ભાવશે તે સ્થાન અવિચલ પામશે.
વાહ, વીતરાગમાર્ગ!
ચૈતન્યના પરમ સુખનો આ
વીતરાગમાર્ગ, જગતના બધા જીવસમૂહને હાથમાં
આવી જાય એવો નથી, એ તો કોઈ વિરલ જીવને
જ હાથ આવે તેવો છે. પરસન્મુખ એકાગ્રતાથી
ખસીને જે સ્વસન્મુખ એકતા કરે છે તેને આ
માર્ગ હાથ આવે છે, ને પરમ સુખના અનુભવથી
તે ન્યાલ થઈ જાય છે.
રે જીવ! આવા માર્ગની પ્રાપ્તિનો અવસર
તને મળ્યો છે. પરમ ઉત્સાહથી તું તેને પ્રાપ્ત કર.
તેને પ્રાપ્ત કરતાં જ (અનુભવમાં લેતાં જ)
આત્મામાં પરમ ચૈતન્ય–આનંદના હીલોળા
ઉલ્લસે છે.