: ૨૦ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૬
વીતરાગી સંતોએ પ્રકાશેલું વસ્તુસ્વરૂપ
આ પ્રવચનમાં ગુરુદેવે સ્પષ્ટ કર્યું છે.
* * * * *
ગુરુદેવે એક બાળકને પૂછ્યું–આત્મા કેવો છે? તે બાળક કહે: આત્મા નિત્ય છે.
ગુરુદેવે તેને સમજાવતાં કહ્યું કે એકલો નિત્ય નહિ, પણ નિત્ય–અનિત્ય બંને
સ્વરૂપ આત્મા છે.
બૌદ્ધમતની જેમ આત્મા સર્વથા અનિત્ય નથી, કે વેદાંતમતની જેમ આત્મા
સર્વથા નિત્ય નથી, આત્મા નિત્ય–અનિત્યસ્વરૂપ વસ્તુ છે.
પર્યાયને છોડીને નહિ પણ પર્યાયને ગૌણ કરીને આત્માની ઓળખાણ થાય છે.
એકાંત નિત્ય કે એકાંત અનિત્ય આત્મા માનવો તે તો બંને ભ્રમ છે. નિત્યપણું એક ધર્મ
છે. અનિત્યપણું પણ એક ધર્મ છે. અનિત્ય એવી પર્યાય વડે આખા આત્માનો નિર્ણય
થાય છે. પર્યાય વગર નિર્ણય કરે કોણ? અને નિત્ય ટકતી વસ્તુ વગર પર્યાયનું
પરિણમન થાય કોના આધારે? આમ દ્રવ્ય–પર્યાયસ્વરૂપ આત્મા તે નિત્ય–
અનિત્યસ્વરૂપ છે, તેમાંથી એકને પણ કાંઢી નાંખે તો સાચા આત્માનો નિર્ણય થઈ શકશે
નહીં.
સ્વસન્મુખ થઈને ચૈતન્યધન વસ્તુનો નિર્ણય કરવો તે અપૂર્વ છે, નિત્ય–અનિત્ય
વસ્તુને બરાબર જ્ઞાનમાં લઈને તેને સ્વ–વિષય બનાવે ત્યારે અપૂર્વ જ્ઞાન–આનંદ પ્રગટે
છે; એકલા શાસ્ત્ર સાંભળીને ધારી લ્યે કે આત્મા નિત્ય–અનિત્ય અનેકાંતસ્વરૂપ છે,–પણ
એટલી ધારણાથી કાંઈ જ્ઞાનપરિણતિ પ્રગટે નહીં; એવી પરસન્મુખ ધારણા તો જીવે
અનંતવાર કરી. પણ સ્વસન્મુખ થઈને નિર્ણય કરે કે આ અપેક્ષાએ હું નિત્ય છું ને આ
અપેક્ષાએ હું અનિત્ય