Atmadharma magazine - Ank 322
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


PDF/HTML Page 23 of 44

background image
શ્રાવણ : ૨૪૯૬ આત્મધર્મ : ૨૧ :
છું,–એમ નક્કી કરીને પર્યાયને અંતર્મુખ એકાગ્ર કરીને દ્રવ્યનો આશ્રય કરે ત્યારે અભેદ–
અનુભવ સહિત સાચી પ્રતીત ને પરમ આનંદ થાય છે.
જે અવસ્થા પોતે અંતર્મુખ થઈને શ્રદ્ધાનું–અનુભવનું કામ કરે છે, અને જેના
આધારે તે કામ કરે છે તે બંનેનું સ્વરૂપ જાણ્યા વગર નિત્ય–અનિત્યરૂપ વસ્તુનો
નિર્ણય થાય નહીં. દ્રવ્યપણે નિત્ય, પર્યાયપણે અનિત્ય એવી વસ્તુ છે.–આવો
જૈનમત છે.
પર્યાય તો અનિત્ય છે, તેનો નાશ થતાં કાંઈ આખી વસ્તુનો અભાવ થઈ જતો
નથી. દ્રવ્યપણે વસ્તુ ટકી રહે છે. પર્યાય–અપેક્ષાએ નાશ થયો, પણ દ્રવ્ય–અપેક્ષાએ તો
વસ્તુ અવિનાશી છે. વસ્તુ જ દ્રવ્યસ્વરૂપે નિત્ય ટકતી, પર્યાયસ્વરૂપે ઉત્પાદ–વ્યયને કરે
છે.–આમ દ્રવ્યધર્મ ને પર્યાયધર્મ–બંને ધર્મવાળી વસ્તુ છે. એક્કેને કાઢી નાંખો તો વસ્તુનું
સ્વરૂપ જ સિદ્ધ નહીં થાય. માટે એમ સમજવું કે–આત્માને એકાંતે નિત્ય કે એકાંતે
અનિત્ય માનવો તે બંને ભ્રમ છે,–વસ્તુસ્વરૂપ નથી; અમે (જૈનો) કથંચિત્ નિત્ય–
અનિત્યાત્મક વસ્તુસ્વરૂપ કહીએ છીએ તે જ સત્યાર્થ છે. (સ. કળશ ૨૦૬ ના
પ્રવચનમાંથી)
હે જીવ! જગતમાં જે અનંત પરવસ્તુઓ છે તે તારે માટે તો અવસ્તુ છે, એટલે
તારે તારાથી ભિન્ન બીજી કોઈ જીવ કે અજીવ વસ્તુઓ સાથે કામ નથી, તારે તારા દ્રવ્ય
અને પર્યાય સાથે જ કામ છે. દ્રવ્યધર્મ છે તે પર્યાયને કરતો નથી, પર્યાયનું કરવાપણું
વસ્તુના પર્યાયધર્મથી છે. વસ્તુમાં પર્યાય છે તે પર્યાય છે. તે દ્રવ્ય છે તે દ્રવ્ય છે; તેમાં
દ્રવ્ય તે પર્યાયરૂપ નથી, પર્યાય તે દ્રવ્યરૂપ થતી નથી. આવી દ્રવ્ય–પર્યાયરૂપ બે
સ્વભાવવાળી વસ્તુ છે.–આનું નામ અનેકાન્ત છે. વસ્તુને દ્રવ્યઅપેક્ષાએ નિત્ય–નિષ્ક્રિય–
ધ્રુવ વગેરે કહેવાય છે, ને પર્યાયઅપેક્ષાએ તેને અનિત્ય–સક્રિય–ઉત્પાદવ્યયવાળી કહેવાય
છે.–એમ બંનેની અપેક્ષા ધ્યાનમાં રાખીને દ્રવ્ય–પર્યાયનું સાચું જ્ઞાન થાય છે. દ્રવ્ય
અપેક્ષાએ નિત્યપણું દેખનારને પર્યાય પણ ખ્યાલમાં છે; તેમજ પર્યાયથી અનિત્યપણું
જાણનારને દ્રવ્યનો પણ ખ્યાલ છે. પ્રવચનસારના ૨૦ મા બોલમાં આત્માને
‘શુદ્ધપર્યાય’ કહ્યો,–પણ તે શુદ્ધપર્યાય અંદર ધ્રુવના અવલંબને થઈ છે, એટલે
‘શુદ્ધપર્યાય’ કહેતાં પણ દ્રવ્ય તો લક્ષમાં છે જ.–આમાં પરની કે વિકારની તો વાત જ
નથી, આ તો પોતામાં ને પોતામાં દ્રવ્ય ને પર્યાયરૂપ