Atmadharma magazine - Ank 322
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


PDF/HTML Page 24 of 44

background image
: ૨૨ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૬
શુદ્ધવસ્તુનો નિર્ણય કરવાની વાત છે, ને જ્યાં આવો નિર્ણય કર્યો ત્યાં રાગના કર્તૃત્વ
વગરની શુદ્ધ પર્યાય વર્તે છે. શુદ્ધ પર્યાય વર્તે જ છે–એટલે હું આ શુદ્ધ પર્યાયને કરું એવા
ભેદનું કે વિકલ્પનું ત્યાં કોઈ પ્રયોજન રહેતું નથી. અભેદપણે તે સ્વાનુભૂતિરૂપ શુદ્ધ
પર્યાયને જ આત્મા કહ્યો છે; અને આવા આત્માને લક્ષમાં લેવા જાય ત્યાં પણ
અભેદસ્વભાવનો જ અનુભવ થાય છે. અહો, જૈનશાસનમાં અલૌકિક વસ્તુસ્વરૂપ સર્વજ્ઞ
ભગવાને પ્રગટ કર્યું છે. આવા વસ્તુસ્વરૂપનો નિર્ણય કરતાં વીતરાગતા ને મોક્ષમાર્ગ
થાય છે.
પર્યાયઅપેક્ષાએ આત્માની અનિત્યતા સાંભળીને રાજકોટમાં એક વેદાંતી ભાઈ
ભડકીને ચાલતા જ થઈ ગયા કે અરે, આત્મા અનિત્ય! અનિત્યતાની વાત સાંભળવી
નથી. –પણ ભાઈ! રાગ–દ્વેષ–ક્રોધાદિ ભાવો મનના વિચારો ને તે પ્રકારની
જ્ઞાનપર્યાયો,–તે પલટતું સ્પષ્ટ અનુભવમાં આવે છે. ઘડીકમાં જીવને ક્રોધ હોય ને બીજી
ક્ષણે શાંતપરિણામ થાય,–એમ પર્યાય–અપેક્ષાએ તેને અનિત્યતા છે. જો પર્યાય–
અપેક્ષાએ અનિત્યતા ન હોય તો જેને ક્રોધ થયો તેને ક્રોધપરિણામ જ સદા રહે, ક્રોધ
પલટીને શાંતિના પરિણામ કદી થાય જ નહીં. આત્માને જે એકાંત નિત્ય કૂટસ્થ માને
છે–એનોય આત્મા પણ ક્ષણેક્ષણે પલટી તો રહ્યો જ છે, પણ એકાંતદ્રષ્ટિને લીધે
વસ્તુસ્વરૂપને તે દેખી શકતો નથી. એ જ રીતે આત્માને સર્વથા ક્ષણભંગુર માનનાર જે
બૌદ્ધમતી, તેનો આત્મા પોતે પણ દ્રવ્ય–અપેક્ષાએ નિત્ય ટકી જ રહ્યો છે, પણ એકાંત
પર્યાયદ્રષ્ટિને લીધે તે વસ્તુસ્વરૂપને દેખી શકતો નથી. ધર્મી જીવ (જૈનમત અનુસાર)
દ્રવ્ય–પર્યાયરૂપ સમ્યક્ વસ્તુસ્વરૂપનો નિર્ણય કરીને, દ્રવ્ય અને પર્યાય બંનેના પક્ષના
વિકલ્પથી પાર થઈને, અંતર્મુખ પરિણતિ વડે શુદ્ધ આત્માની અનુભૂતિ કરે છે,–એ જ
મોક્ષમાર્ગ છે, એ જ જૈનશાસન છે.
આત્માનું સમ્યગ્જ્ઞાન કરવા માટેનો આ વ્યાયામ ચાલે છે, વારંવાર તેનો
અભ્યાસ કરવો જોઈએ, ને વસ્તુસ્વરૂપનો નિર્ણય કરીને તેનો અનુભવ કરવો
જોઈએ.
* * *
આચાર્યદેવ વીતરાગી વસ્તુસ્વભાવ સમજાવતાં કહે છે કે ‘બે સ્વભાવવાળો
જીવસ્વભાવ છે.’–પરિણામ દ્વારા તેને ક્ષણિકપણું છે ને અન્વયગુણ